મોરબી એસપી રોડનો બનાવ : મોડી રાતે ઘરે આવેલા પતિએ પત્નીને ગળા-છાતીના ભાગે બચકાં ભરી લીધા
મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં મહિલાની હત્યા કરનારા આરોપીની ધરપકડ
SHARE
મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં મહિલાની હત્યા કરનારા આરોપીની ધરપકડ
મોરબીના જેતપર રોડ ઉપર આવેલા રંગપર ગામ નજીક કારખાનાના લેબર કવાટરમાં મહિલાની હત્યા કરવામાં આવી હતી અને મહિલાની સાથે પતિની જેમ રહેતા શખ્સ દ્વારા મહિલાને માથામાં પથ્થર મારીને તથા ગળું દબાવી દઈને તેની હત્યા કરવામાં આવી હતી જેથી પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.
મૂળ મધ્યપ્રદેશની વતની અને હાલ તેના માસીની દીકરી બહેનોની સાથે મોરબીના રંગપર ગામ પાસે આવેલ મારબીજ કંપનીના લેબર કવાટરમાં રહેતા રેખાબેન ઉર્ફે રિયા (20) નામની મહિલાની તેની સાથે પતિની જેમ રહેતા શખ્સ દ્વારા હત્યા કરવામાં આવી હતી જેથી કરીને શિવકુમાર પ્રેમલાલ મરાવી (38) એ મહિલાની હત્યા કરનારા મહેન્દ્રસિંહ શંકરસિંહ મરકામ રહે. મૂળ એમપી વાળા સામે હત્યાની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, રેખાબેનની સાથે આરોપી મહેન્દ્રસિંહ મરકામ પતિની જેમ સાથે રહેતો હતો અને બંને વચ્ચે કવાટરમાં ગત તા. 25/6 ના રોજ ઝઘડો થયો હતો. અને મૃતક મહિલા રેખાબેન આરોપીની સાથે કારખાનામાં કામ કરતા દિલભર યાદવ નામના છોકરા સાથે વાતચીત કરતાં હોય તે બંને વચ્ચે લફરૂ ચાલુ છે તેવી શંકા રાખીને મહેન્દ્રસિંહે આવેશમાં આવીને રેખાબેને માથાના ભાગે પથ્થરના ઘા ઝીંકી દિધા હતા અને ગળું દબાવી દઈને તેની હત્યા કરી નાખી હતી. આ બનાવ સંદર્ભે નોંધાયેલ ફરિયાદ આધારે તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ અને તેની ટિમ દ્વારા આરોપીને પકડવા માટેની તજવીજ કરી રહી હતી દરમ્યાન મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એન.એસ.ઘેટીયા અને તેની ટીમે આરોપી મહેન્દ્રસિંહ શંકરસિંહ મરકામ રહે. મૂળ એમપી હાલ રહે મારબીજ કંપનીના લેબર કવાટરમાં રંગપર વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.