મોરબી એસપી રોડનો બનાવ : મોડી રાતે ઘરે આવેલા પતિએ પત્નીને ગળા-છાતીના ભાગે બચકાં ભરી લીધા
SHARE
મોરબીમાં મોડી રાતે ઘરે આવેલા પતિએ પત્નીને ગળા-છાતીના ભાગે બચકાં ભરી લીધા
મોરબીમાં રહેતી મહિલાનો પતિ મોડી રાત સુધી ઘરે આવેલ ન હોય તેને શોધવા માટે મહિલા ગઇ હતી ત્યારે મહિલાનો પતિ તેના મિત્ર સાથે બેઠેલો મળી આવેલ હતો જેથી તેને ઘરે આવવાનું કહ્યું હતું તો પણ તે ત્યારે ઘરે આવેલ ન હતો અને ત્યાર બાદ મોડી રાત્રે ઘરે આવીને મહિલાને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ છાતીના ભાગે અને ગળાના ભાગે બચકા ભરી લીધા હતા અને મહિલાના સાસુ સસરાને પણ ગાળો આપી હતી જેથી આ બનાવ સંદર્ભે ભોગ બનેલ મહિલાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોતાના જ પતિ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મોરબીના એસપી રોડ ઉપર આવેલ ફ્લોરા 17 ડી- 201 બ્લોકમાં રહેતા ક્રિષ્નાબેન આકાશભાઈ જીવાણી (30) એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ આકાશભાઈ હરજીવનભાઈ જીવાણીની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ગઈકાલે તેઓના પતિ કુટુંબમાં પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા.અને મોડી રાત સુધી તેઓ પોતાના ઘરે પરત આવ્યા ન હતા અને તેમને અનેક વખત ફોન કરવા છતાં પણ તેઓ ફોન ઉપાડીને જવાબ આપતા ન હતા જેથી ફરિયાદી તેના પતિને શોધવા માટે ફ્લોરા રિવર સાઈડ ફ્લેટ ખાતે ગઇ હતી.અને ત્યારે ત્યાં તેના પતિ અન્ય મિત્ર સાથે હાજર મળી આવ્યા હતા જેથી ફરિયાદીએ તેના પતિને પૂછ્યું હતું કે “કેમ ફોન ઉપાડીને જવાબ આપતા નથી, ચાલો ઘરે” તેમ છતાં પણ મહિલાના પતિ ઘરે આવ્યા ન હતા અને ત્યારબાદ મોડી રાત્રે ઘરે આવીને ફરિયાદી મહિલા અને તેના સાસુ-સસરા સાથે ગાળા ગાળી કરી હતી અને ત્યારબાદ મહિલાને તેના પતિએ ગળા અને છાતીના ભાગે બચકા ભરી લીધા હતા અને મારી નાખવાની ધમકી આપી હતી.જેથી ભોગ બનેલ મહિલાએ સારવાર લીધા બાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.