મોરબી નજીક પોલીસ હેડ કવાર્ટર પાસેથી 2 લાખની કિંમતની રિક્ષાની ચોરી!
મોરબીના જુના ઘૂટું રોડે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો, હાથ-પગમાં ગંભીર ઇજા
SHARE
મોરબીના જુના ઘૂટું રોડે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો, હાથ-પગમાં ગંભીર ઇજા
મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ સગુન સીરામીક કારખાના સામેથી યુવાન પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઇકને કાર ચાલકે હડફેટ લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં યુવાનને ઘૂંટણ નીચેના ભાગે ફ્રેક્ચર થયું હતું અને પગનો એક અંગૂઠો કપાઈ ગયો હતો તેમજ કોણીનો ગોળો તૂટી ગયો હતો અને દાંત તથા આંખ પાસે પણ ઈજાઓ થઈ હતી જેથી યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ ઇજાગ્રસ્ત યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
માળિયા ફાટક ચોકડી પાસે વસુંધરા હોટલની પાછળના ભાગમાં આવેલ કાંતિનગર વિસ્તારમાં મસ્જિદની બાજુમાં રહેતા સલીમભાઈ હાજીભાઈ પલેજા (51) એ કાર નંબર જીજે 36 એપી 7594 ના ચાલક સુમિતભાઈ ચતુરભાઈ કૈલા રહે, ઘુટું વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેનો દીકરો મકબુલ પોતાનું બાઈક નંબર જીજે 36 સી 6127 લઈને ગત તા. 19/6 ના રોજ બપોરે 2:15 વાગ્યાના અરસામાં જુના ઘુટું રોડ ઉપર આવેલ સગુન સીરામીક પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કાર ચાલકે તેના બાઇકને હડફેટે લીધું હતું અને અકસ્માત કર્યો હતો આ બનાવમાં મકબુલને જમણા પગના ઘૂંટણની નીચેના ભાગમાં ફ્રેક્ચર, પગનો અંગૂઠો કપાઈ ગયો, જમણા હાથની કોણીનો ગોળો તૂટી ગયો, દાંત અને જમણી આંખ પાસે ઈજાઓ થઈ હતી જેથી ઇજાગ્રસ્ત હાલતમાં યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ ઇજાગ્રસ્ત યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.