મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં મહિલાની હત્યા કરનારા આરોપીની ધરપકડ


SHARE







મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં મહિલાની હત્યા કરનારા આરોપીની ધરપકડ

મોરબીના જેતપર રોડ ઉપર આવેલા રંગપર ગામ નજીક કારખાનાના લેબર કવાટરમાં મહિલાની હત્યા કરવામાં આવી હતી અને મહિલાની સાથે પતિની જેમ રહેતા શખ્સ દ્વારા મહિલાને માથામાં પથ્થર મારીને તથા ગળું દબાવી દઈને તેની હત્યા કરવામાં આવી હતી જેથી પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે. 

 

મૂળ મધ્યપ્રદેશની વતની અને હાલ તેના માસીની દીકરી બહેનોની સાથે મોરબીના રંગપર ગામ પાસે આવેલ મારબી કંપનીના લેબર કવાટરમાં રહેતા રેખાબેન ઉર્ફે રિયા (20) નામની મહિલાની તેની સાથે પતિની જેમ રહેતા શખ્સ દ્વારા હત્યા કરવામાં આવી હતી જેથી કરીને શિવકુમાર પ્રેમલાલ મરાવી (38) એ મહિલાની હત્યા કરનારા મહેન્દ્રસિંહ શંકરસિંહ મરકામ રહે. મૂળ એમપી વાળા સામે હત્યાની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, રેખાબેનની સાથે આરોપી મહેન્દ્રસિંહ મરકામ પતિની જેમ સાથે રહેતો હતો અને બંને વચ્ચે કવાટરમાં ગત તા. 25/6 ના રોજ ઝઘડો થયો હતો. અને મૃતક મહિલા રેખાબેન આરોપીની સાથે કારખાનામાં કામ કરતા દિલભર યાદવ નામના છોકરા સાથે વાતચીત કરતાં હોય તે બંને વચ્ચે લફરૂ ચાલુ છે તેવી શંકા રાખીને મહેન્દ્રસિંહે આવેશમાં આવીને રેખાબેને માથાના ભાગે પથ્થરના ઘા ઝીંકી દિધા હતા અને ગળું દબાવી દઈને તેની હત્યા કરી નાખી હતી. આ બનાવ સંદર્ભે નોંધાયેલ ફરિયાદ આધારે તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ અને તેની ટિમ દ્વારા આરોપીને પકડવા માટેની તજવીજ કરી રહી હતી દરમ્યાન મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એન.એસ.ઘેટીયા અને તેની ટીમે આરોપી મહેન્દ્રસિંહ શંકરસિંહ મરકામ રહે. મૂળ એમપી હાલ રહે મારબી કંપનીના લેબર કવાટરમાં રંગપર વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News