મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી મચ્છુ-૨ ડેમમાં ન્હાવા પડેલા બે પૈકી એક યુવાનનું ડુબી જવાથી મોત


SHARE







મોરબી મચ્છુ-૨ ડેમમાં ન્હાવા પડેલા બે પૈકી એક યુવાનનું ડુબી જવાથી મોત

મોરબીના મચ્છુ-૨ ડેમ ખાતે ફરવા ગયેલા ચાર પૈકી બે યુવાનો ડેમમાં ન્હાવા પડયા હતા.જોકે બંને ડૂબવા લાગ્યા હોવાથી મોરબી મહા પાલીકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.જેથી એક યુવાનનો બચાવ થયો હતો જોકે એક યુવાનનું ડૂબી જતા મોત નિપજયુ હતું.ફાયર ટીમના તરવૈયાઓએ બે કલાકની જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યો હતો.

આ બાબતે પ્રાપ્ત માહીતી પ્રમાણે મોરબી ફાયર વિભાગના કંટ્રોલ રૂમમાં બપોરે પોણા ચારેક વાગ્યે કોલ મળ્યો હતો કે, જોધપર ગામ નજીક આવેલ મચ્છુ-૨ ડેમમાં એક યુવાન ડૂબ્યો છે.જેથી ફાયર ટીમ દોડી ગઈ હતી.જયાં સ્ટાફને માહિતી મળી હતી કે ચાર લોકો ફરવા માટે ડેમ ખાતે આવ્યા હતા.જેમાંથી બે ન્હાવા માટે ડેમમાં પડયા હતા.સદભાગ્યે એકનો બચાવ થયો હતો.જોકે એક યુવાન ડેમના ઉંડા પાણીમાં ગરકાવ થઇ ગયો હતો.જેથી ફાયરની ટીમે બે કલાકની જહેમત બાદ ડેમમાં ડુબેલ વિજયભાઈ ગોરધનભાઈ સેલાણીયા (ઉ.વ.૨૬) રહે.ત્રાજપર સામાકાંઠે મોરબી-૨ નો મૃતદેહ બહાર કાઢયો હતો.જોકે મહેશ દિનેશભાઇ સનુરાનો બચાવ થયો હતો.

નજીવી વાતે છરી વડે મારામારી

મોરબીના તળાવીયા શનાળા પાસે નજીવી વાતે છરી વડે મારામારી થઈ હતી. 'અહીં કેમ ઊભા છો.?" તે બાબતે ઝઘડો શરૂ થયો હતો.અને બાદમાં સામસામે છરી મારવામાં આવતા અજય ગોરધનભાઇ સનુરા (૨૭) રહે.રામવિલા સોસાયટી પીપળી રોડ મોરબી ઉપર હાર્દિક કગથરા રહે.તળાવીયા શનાળાએ સાથળના ભાગે છરી વડે હુમલો કર્યો હોય અજય સનુરાને સારવાર માટે સિવિલે લઇ જવામાં આવ્યો હતો.જ્યારે રાહુલ રાજેશભાઇ કગથરા (૨૧) રહે. તળાવીયા શનાળાને પણ છરી લાગી જતા તેને પણ સિવિલે સારવાર માટે લઈ જવાયો હતો.તે ઉપરાંત અક્ષય દિનેશભાઈ ડાભી (૩૦) રહે.ધરમપુર તા.મોરબીને પણ તળાવિયા શનાળા ગામે થયેલ મારામારીના બનાવમાં ઈજાઓ થઈ હોય તેને પણ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો.જે બનાવ અંગે જાણ થતા તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.






Latest News