મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાનું સારવાર દરમિયાન મોત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા કાર રેલી યોજાઈ, બે-ત્રણ દિવસમાં આંદોલનનો સુખદ અંત આવે તેવી શકયતા મોરબી મચ્છુ-૨ ડેમમાં ન્હાવા પડેલા બે પૈકી એક યુવાનનું ડુબી જવાથી મોત વાંકાનેરના જેતપરડા ગામે માસુમ સેવા ફાઉન્ડેશ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે રવિવારે ભવ્ય બાઇક મશાલ રેલીનું આયોજન મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત
Breaking news
Morbi Today

મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે રવિવારે ભવ્ય બાઇક મશાલ રેલીનું આયોજન


SHARE









મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે ભવ્ય બાઇક મશાલ રેલીનું આયોજન
 
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આંબેડકર ઉપનગર-મોરબી) દ્વારા છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેક દિવસ નિમિત્તે ઉજવાતા હિન્દુ સામ્રાજ્ય દિવસના અવસરે તા.૨૮ જૂન, રવિવારના રોજ રાત્રે નવ વાગ્યે ભવ્ય બાઇક મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
 
રેલીનો પ્રારંભ કપિલા હનુમાનજી મંદિર, માધાપરના જાપા પાસે, વાવડી રોડ, મોરબી ખાતેથી થશે.આ કાર્યક્રમમાં હિન્દુ સમાજના ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં જોડાય તે માટે જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.આ આયોજનમાં વિશ્વ હિન્દુ પરિષદ તથા તેના તમામ આયામોના કાર્યકર્તાઓને પણ વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું છે. 
 
આયોજકોએ તમામ હિન્દુ સમાજના કાર્યકર્તાઓ, યુવાનો તેમજ નાગરિકોને અચૂક હાજરી આપી રેલીને ભવ્ય અને સફળ બનાવવાની અપીલ કરી છે.હિન્દુ સામ્રાજ્ય દિવસ હિન્દુ શૌર્ય, સ્વાભિમાન અને એકતાનું પ્રતિક માનવામાં આવે છે.છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકની ગૌરવશાળી સ્મૃતિને જીવંત રાખવાના હેતુથી યોજાનારી આ ભવ્ય બાઇક મશાલ રેલીમાં મોટી સંખ્યામાં જોડાઈ હિન્દુ એકતાનો સંદેશ પ્રસરાવા આયોજકો દ્વારા સૌને અનુરોધ કરવામાં આવ્યો છે.





Latest News