મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં મહેન્દ્રનગર ગામે પ્રાથમિક શાળામાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો


SHARE







મોરબીમાં મહેન્દ્રનગર ગામે પ્રાથમિક શાળામાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો

મોરબી જિલ્લામાં શિક્ષણ અને પર્યાવરણના સમન્વય સાથે પ્રગતિનો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૬અંતર્ગત પ્રાથમિક શાળા ખાતે કાર્યક્રમ યોજાયો હતો. શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને આયોજિત આ મહોત્સવમાં શાળાના આંગણે આવેલા નવપ્રવેશી ભૂલકાઓને ઉત્સાહભેર શાળાના પાવન પટાંગણમાં આવકારવામાં આવ્યા હતા. આ પ્રસંગે મોરબીના નાયબ વન સંરક્ષક ડો. સુનિલકુમાર બેરવાલ (ભા.વ. સે.) પ્રેરક ઉપસ્થિત રહી હતી.

આ અવસરે પ્રેરણાદાયી ઉદ્બોધન આપતાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના મક્કમ નિર્ધારને કારણે આજે સરકારી શાળાઓમાં ક્વોલિફાઇડ શિક્ષકો કે ઓરડાની કોઈ ઘટ નથી તમામ શાળાઓ સ્માર્ટ બની રહી છે. સરકાર દ્વારા બાળકોને ભણતર, પાઠ્યપુસ્તકો, યુનિફોર્મ, મધ્યાહન ભોજન સહિતની તમામ આવશ્યક સુવિધાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે. તેમણે શિક્ષકોને અનુરોધ કર્યો હતો કે આપણી શાળાઓના આવતા ગરીબ અને મધ્યમવર્ગના બાળકો ભવિષ્યમાં આઈ.એ.એસ., આઈ.પી.એસ., આઈ. એફ.એસ., બની શકે તે તેમજ બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે પ્રકારનો સકારાત્મક માહોલ પ્રાથમિક સ્તરથી જ પૂરો પાડવો જોઈએ. સાથે જ વાલીઓને બાળકોના ગૃહ લેખન પ્રત્યે જાગૃત રહેવા જણાવ્યું હતું. મોરબીના ઔદ્યોગિક પ્રદૂષણ સામે પર્યાવરણીય સંતુલન જાળવવા પર વિશેષ ભાર મૂકતા મંત્રીએ સ્થાનિક નાગરિકોને દર વર્ષે ૫ હજાર વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક બનાવી આગળ વધવા અપીલ કરી હતી,

કાર્યક્રમ દરમિયાન પ્રાસંગિક પ્રવચન આપતા નાયબ વન સંરક્ષક ડૉ .સુનિલકુમાર બેરવાલે જણાવ્યુ હતું કે, મોરબી હવે ઔદ્યોગિક ક્ષેત્રની સાથે-સાથે પર્યાવરણ ક્ષેત્રે પણ હરણફાળ ભરી રહ્યું છે. મંત્રી કાંતિભાઈ અમૃતિયાની પ્રેરણાથી એક જ સ્થળે ૧૦ લાખ વૃક્ષો સાથે આકાર પામેલું નમો વનઆગામી સમયમાં પર્યાવરણની જાળવણી સાથે મોરબીની નવી ઓળખ બનવા જઈ રહ્યું છે. તેમણે પ્રધાનમંત્રીના એક પેડ મા કે નામઅભિયાન હેઠળ મોરબી જિલ્લામાં ગ્રીન કવર વધારવા માટે પ્રત્યેક નાગરિકને પોતાનો સક્રિય સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા રોજગાર અધિકારી મનીષા સાવનિયા, મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દીપાબેન બોડા, મોરબી બીઆરસી કોઓર્ડીનેટર ઉમેશભાઈ બોપલિયા, મોરબી મહાનગરપાલિકાના સ્થાનિક કોર્પોરેટરઓ, શાળાના આચાર્ય સહિતના હાજર રહ્યા હતા.






Latest News