મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના નવા મકનસર ગામે શાળાના નવનિર્મિત બિલ્ડીંગનું ધારાસભ્ય દુર્લભભાઈ દેથરીયાએ કર્યું લોકાપર્ણ


SHARE







મોરબીના નવા મકનસર ગામે શાળાના નવનિર્મિત બિલ્ડીંગનું ધારાસભ્ય દુર્લભભાઈ દેથરીયાએ કર્યું લોકાપર્ણ

મોરબી જિલ્લાના નવા મકનસર પ્રા.શાળા વાડી વિસ્તાર ખાતે શાળા પ્રવેશોત્સવ તથા કન્યાકેળવણી મહોત્સવ ધારાસભ્ય દુર્લભભાઈ દેથરીયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. તેમજ શાળાના નવનિર્મિત બિલ્ડીંગનું ઉદ્ઘાટન પણ મહાનુભાવો દ્વારા કરાયું હતું. આ તકે બાળકોએ પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કર્યા હતા. મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા. અને ધો.૧ ના અને આંગણવાડીના નવા પ્રવેશ મેળવનારા બાળકોને શૈક્ષણિક કીટ આપીને આવકારાયા હતા. આ પ્રસંગે પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જૈતાવત, જિલ્લા પંચાયત સદસ્ય જયેશભાઈ હળવદિયા, શાળાના આચાર્ય, તાલુકા પંચાયત સદસ્ય,  ગ્રામ પંચાયતના સરપંચ સહિતના આગેવાનો તેમજ ગ્રામજનો સહિતના હાજર રહ્યા હતા.






Latest News