મોરબીમાં સગા ભત્રીજા ઉપર ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દેનારા કાકા સહિત 4 આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ મોરબીમાં એ ડિવિઝન સામે આવેલ કબીર ટેકરી પાસે મફતીયપરામાં ઘરમાંથી દારૂની 335 બોટલો ઝડપાઇ: બે આરોપીની શોધખોળ મોરબીના ચકચારી સ્પામાં હનીટ્રેપ કેસમાં મુખ્ય મહિલા સહિત બે ની ધરપકડ, પોલીસ તરીકે વાત કરી ધમકી આપનારની શોધખોળ શરૂ મોરબીમાંથી ઝડપાયેલ 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મંગાવનાર આરોપી ઝડપાયો મોરબી સિરામિક એસો. દ્વારા ડીઝલ સપ્લાય ઉપરના કામચલાઉ નિયંત્રણો પાછા ખેંચવા પીએમ-સીએમને કરાઇ લેખિત રજૂઆત મોરબીની ભારતી વિધાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો મોરબી SSY દ્વારા સ્વામિનારાયણ સંસ્કાર ધામ યોગ દિવસ ઉજવાયો માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ
Breaking news
Morbi Today

જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના સમર્થનમાં ઘર, દુકાન કારખાને અને ગાડીમાં લાગશે બેનર: મોરબીના રવાપર ગામે પાટીદાર યુવા સેવા સંઘની મીટીંગમાં કર્યું આહ્વાન


SHARE











જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના સમર્થનમાં ઘર, દુકાન કારખાને અને ગાડીમાં લાગશે બેનર: મોરબીના રવાપર ગામે પાટીદાર યુવા સેવા સંઘની મીટીંગમાં કર્યું આહ્વાન

મોરબીના જેતપર ગામે ખેડૂતો દ્વારા વીજપોલના વળતર બાબતે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે તેના સમર્થનમાં મોરબીમાં રવાપર ગામે પાટીદાર યુવા સેવા સંઘ દ્વારા જાહેર મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા અને આ આંદોલનને વધુમાં વધુ જનસમર્થન આપવા માટે તેને આહવાનકરવામાં આવ્યું હતું તેની સાથોસાથ લોકોના ઘર, દુકાન, વાહન ઉપર આંદોલનને સમર્થન આપતા હોવાના બોર્ડ બેનર લગાવવા માટે પણ હાકલ કરવામાં આવી હતી

મોરબી જિલ્લામાં ખાનગી વીજ કંપની દ્વારા તેના વીજ પોલ કેટલીક જગ્યાએ ઊભા કરી દેવાયા છે અને કેટલી8કે જગ્યાએ કામ ચાલુ છે. જો કે, ખેડૂતોને હજુ સુધી વળતર ચૂકવવામાં આવ્યુ નથી ત્યારે મોરબી તાલુકાના જેતપર ગામ પાસે હાલમાં જે વીજપોલ ઊભા કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે તેનો ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા ત્રણ દિવસથી જેતપર ગામે ખેડૂતો દ્વારા આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે જેના સમર્થનમાં મોરબીના રવાપર ગામે પાટીદાર યુવા સેવા સંઘ દ્વારા એક ઇમર્જન્સી મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જેતપર ગામે ચાલતા આંદોલનમાં વધુમાં વધુ સંખ્યામાં લોકો ઉમટી પડે અને આ આંદોલનને વધુમાં વધુ જનસમર્થન મળે તેના માટે થઈને મનોજભાઈ પનારા સહિતના આગેવાનો દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું. 

મોરબી જિલ્લાના જુદા જુદા તાલુકાઓમાંથી એક બે નહીં પરંતુ 18 જેટલી ખાનગી કંપનીની વીજ લાઈનો પસાર થવાની છે જેના માટે થઈને અત્યારે નહીં જાગીએ તો આગામી સમયમાં બહુ મોટું નુકસાન માત્ર ખેડૂતો નહીં પરંતુ દરેક લોકોએ ભોગવવું પડશે. ઉલ્લેખનીય છે કે, ખેડૂતોને હાલમાં જે વળતર ચૂકવવાની વાત છે તે સરકારે ચૂકવવાનું નથી ખાનગી કંપનીએ ચૂકવવાનું છે અને ખાનગી કંપની જ્યારે ખેડૂતના ખેતરની અંદર ઘૂસીને થાંભલા ઉભા કરતી હોય તો કામ કરતા પહેલા પૂરતા પ્રમાણમાં વળતર ચૂકવવું જોઈએ નહીં તો માત્ર જેતપર નહીં સમગ્ર ગુજરાતની અંદર ખેડૂતો આવી જ રીતે ગામો ગામ વિરોધ કરશે. 

અંતમાં કહ્યું હતું કે જે ખાનગી વીજ કંપનીઓ દ્વારા તેના વીજ પોલ ઊભા કરવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે તેની પાસેથી પ્રતિપોલ બે કરોડથી ઓછી રકમ લેવાની થતી નથી જેથી વધુમાં વધુ ખેડૂતો આંદોલનને સમર્થન આપે અને પોતાની અનુકૂળતાએ જેતપર ગામે ઉપવાસી છાવણીની મુલાકાત લે તેમજ પોતાના ઘર, દુકાન, કારખાના, વાહનો ઉપર આંદોલનને સમર્થન આપતા હોય તે પ્રકારના બોર્ડ બેનર લગાવે તે જરૂરી છે.






Latest News