સંસ્કૃતિ, સાધુ-સંતોનું અપમાન કરનારા સાંસદો સામે FIR કરવાની માંગ: મોરબીના સનાતન સંત સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ કેમ્પનો ૨૬૦ દર્દીઓએ લાભ લીધો મોરબીના પેકેજિંગ ઉદ્યોગકારોએ બોક્સના ભાવમાં કર્યો 12 ટકાનો વધારો: સર્વાનુમતે લેવાયો નિર્ણય મોરબીના બાદનપર ગામે વોંકળાના પાણીમાં તણાઈ જતા વૃધ્ધાનું મોત મોરબી : બુટવડા ગામે ઝેરી દવા પીને યુવાને જીવનલીલા સંકેલી મોરબીમાં વરસાદી પાણીના નિકાલ માટેના વોકળા ખુલ્લા કરવા મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં હનીટ્રેપ દરમ્યાન પોલીસ તરીકેની ખોટી ઓળખ આપનાર શખ્સ જેલ હવાલે હળવદના કડીયાણા ગામ પાસે આગ લાગતા ટ્રક અને પેપરનો જથ્થો બળીને ખાખ
Breaking news
Morbi Today

મેન્ગૃવ સંરક્ષણ: મોરબી જીલ્લામાં ૫.૨૯ કરોડના ખર્ચે ૧૫૦૦ હેક્ટર જમીનમાં ચેરનું વાવેતર કરાયું


SHARE







મેન્ગૃવ સંરક્ષણ: મોરબી જીલ્લામાં ૫.૨૯ કરોડના ખર્ચે ૧૫૦૦ હેક્ટર જમીનમાં ચેરનું વાવેતર કરાયું

વૈશ્વિક ક્લાઈમેટ ચેન્જના પડકારો સામે પર્યાવરણની સુરક્ષા અને પ્રકૃતિનું જતન એ વર્તમાન સમયની પ્રમુખ જરૂરિયાત છે. ગુજરાત સરકાર હંમેશાથી રાજ્યના સુદીર્ઘ દરિયાકાંઠાને સુરક્ષિત કરવા અને જૈવ-વિવિધતાના સંવર્ધન માટે કટિબદ્ધ રહી છે. આ દીર્ઘદ્રષ્ટિપૂર્ણ અભિગમ હેઠળ, દરિયાઈ મોજાં, વિનાશક વાવાઝોડા અને સુનામી જેવી કુદરતી આપત્તિઓ સામે એક અડીખમ અને કુદરતી દીવાલ (ગ્રીન વોલ) તરીકે કામ કરતા મેન્ગૃવ (ચેર) ના જંગલોનું જતન કરવું અત્યંત અનિવાર્ય છે. મોરબી જિલ્લાના દરિયાઈ પટ્ટા પર ઇકોસિસ્ટમને મજબૂત કરવાના આશય સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારના સથવારે ‘MISHTI’ અને ‘CAMPA’ જેવી મહત્વકાંક્ષી યોજનાઓ સાકાર થઈ રહી છે, જે પર્યાવરણ પ્રણાલીને સુધારવા માટે મહત્વની ભૂમિકા ભજવી રહી છે.

મોરબી વન વિભાગના  નાયબ વન સંરક્ષક ડો. સુનિલકુમાર બેરવાલે (ભા.વ.સે.) જણાવ્યા અનુસાર વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન મોરબીમાં વન વિભાગ દ્વારા મેન્ગૃવ સંરક્ષણ ક્ષેત્રે અનન્ય  પ્રગતિ હાંસલ કરતા એક વર્ષના ટૂંકા ગાળામાં કુલ ૧૫૦૦ હેક્ટર જેટલા વિશાળ વિસ્તારમાં ચેરનું આયોજનબદ્ધ વાવેતર પૂર્ણ કરવામાં આવ્યું છે. આ વનીકરણ પ્રક્રિયા પાછળ સરકારશ્રી દ્વારા કુલ રૂ. ૫,૨૯,૦૩,૮૮૨/- નો નાણાકીય ખર્ચ કરીને પ્રકૃતિ સંરક્ષણ માટે મહત્વની કામગીરી કરાઈ છે. વધુમાં ‘MISHTI’ અને ‘CAMPA’ યોજના વિશે માહિતી આપતા નવલખી ચેર રેન્જ ના રેન્જ ફોરેસ્ટ ઓફિસર તૃપ્તિ જોશી ના જણાવ્યુ હતું કે દરિયાકાંઠાના વિસ્તારોના ટકાઉ વિકાસ અને સ્થાનિકોની આવક વધારવાના ઉમદા હેતુ સાથે કાર્યરત ‘MISHTI’ (Mangrove Initiative for Shoreline Habitats & Tangible Income)  યોજના હેઠળ મોરબીમાં ૫૦૦ હેક્ટર વિસ્તારમાં સફળતાપૂર્વક ચેરનું વાવેતર કરવામાં આવ્યું છે. આ ગ્રીન પ્રોજેક્ટ કુલ રૂ. ૧,૫૨,૦૦,૦૦૦/- ની નાણાકીય જોગવાઈઓનો સદ્દઉપયોગ કરીને દરિયાઈ પટ્ટીને સુરક્ષિત અને સંરક્ષિત કરાઈ છે. પર્યાવરણીય સંતુલન માટે અત્યંત મહત્વપૂર્ણ એવી 'CAMPA’ યોજના હેઠળ મોરબીમાં ૧૦૦૦ હેક્ટર વિસ્તારમાં હરિયાળી ચાદર સમાન ચેરનું વાવેતર કરાયું છે. આ વ્યાપક પર્યાવરણીય પ્રોજેક્ટ પાછળ કુલ રૂ. ૩, ૭૭,૦૩,૮૮૨/- નો નાણાકીય ખર્ચ કરીને દરિયાઈ ક્ષરણ અટકાવવાની મજબૂત કામગીરી થઈ છે.






Latest News