સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

ઔદ્યોગિક ભરતી મેળાથી મળી તક:  મોરબીના યુવાનને સિરામિક ઉદ્યોગમાં મળ્યો સારો રોજગાર


SHARE





ઔદ્યોગિક ભરતી મેળાથી મળી તક:  મોરબીના યુવાનને સિરામિક ઉદ્યોગમાં મળ્યો સારો રોજગાર

રાજ્યના શિક્ષિત બેરોજગાર યુવાનોને તેમની લાયકાત મુજબ રોજગારીની ઉમદા તકો ઘરઆંગણે જ મળી રહે તે માટે ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત મોરબી જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આયોજિત થતા ભરતી મેળાઓ મોરબીના અસંખ્ય યુવાનોના સપનાઓને સાકાર કરવાનું સશક્ત માધ્યમ બન્યા છે. રોજગાર કચેરીના આ પ્લેટફોર્મના માધ્યમથી મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં રહેતા ભુપેશભાઈ અરવિંદભાઈ જોશી આર્થિક રીતે પગભર બન્યા છે.

ભુપેશભાઈ જોશીએ બી.એ. (Bachelor of Arts) સુધીની શૈક્ષણિક લાયકાત ધરાવતા હતા અને તેઓએ પોતાના ઉત્સાહજનક અનુભવો અને સફળતાની સાફલ્યગાથા શેર કરતા જણાવ્યું હતું કે, "હું લાંબા સમયથી મારી લાયકાતને અનુરૂપ એક સ્થિર અને પ્રતિષ્ઠિત નોકરીની શોધમાં હતો. આ દરમિયાન મને ઓદ્યોગીક ભરતીમેળાની માહિતી મળી હતી જેથી મેં તેમાં ભાગ લીધો હતો. આ ભરતી મેળામાં મોરબીના સિમ્પોલો વિટ્રીફાઇડ પ્રાઇવેટ લિમિટેડદ્વારા ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું હતું અને તેઓની શૈક્ષણિક ક્ષમતાના આધારે આ કંપનીમાં સી.એક્ઝિક્યુટીવ’ (C.Executive) ની મહત્વની પોસ્ટ ઉપર તેઓને જોબ મળી ગયેલ છે. અને તેઓને ખૂબ જ સારો પગાર પણ કંપની દ્વારા આપવામાં આવી રહ્યો છે. આમ સરકાર દ્વારા આયોજિત ભરતી મેળા ઘણા યુવાનોને રોજગાર માટેની ખૂબ જ  સારી તક પૂરી પડે છે.




Latest News