સંસ્કૃતિ, સાધુ-સંતોનું અપમાન કરનારા સાંસદો સામે FIR કરવાની માંગ: મોરબીના સનાતન સંત સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ કેમ્પનો ૨૬૦ દર્દીઓએ લાભ લીધો મોરબીના પેકેજિંગ ઉદ્યોગકારોએ બોક્સના ભાવમાં કર્યો 12 ટકાનો વધારો: સર્વાનુમતે લેવાયો નિર્ણય મોરબીના બાદનપર ગામે વોંકળાના પાણીમાં તણાઈ જતા વૃધ્ધાનું મોત મોરબી : બુટવડા ગામે ઝેરી દવા પીને યુવાને જીવનલીલા સંકેલી મોરબીમાં વરસાદી પાણીના નિકાલ માટેના વોકળા ખુલ્લા કરવા મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં હનીટ્રેપ દરમ્યાન પોલીસ તરીકેની ખોટી ઓળખ આપનાર શખ્સ જેલ હવાલે હળવદના કડીયાણા ગામ પાસે આગ લાગતા ટ્રક અને પેપરનો જથ્થો બળીને ખાખ
Breaking news
Morbi Today

મોરબીની ઓસેમ જીએસઇબી શાળામાં ભવ્ય ઇન્વેસ્ટિચર સેરેમની યોજાઈ


SHARE







મોરબીની ઓસેમ જીએસઇબી શાળામાં ભવ્ય ઇન્વેસ્ટિચર સેરેમની યોજાઈ

મોરબી સ્થિત ઓસેમ જીએસઇબી શાળામાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માટે ઇન્વેસ્ટિચર સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમની શરૂઆત મહેમાનોના સ્વાગત, તુલસી પૂજન અને પ્રાર્થના સાથે કરવામાં આવી હતી.કાર્યક્રમમાં ઓસેમ ના પ્રમુખ અને ટ્રસ્ટી સુમંતભાઈ પટેલ, સાયબર ક્રાઇમ પોલીસ વિભાગના પીએસઆઇ શુક્લા, ઓમવીવીઆઇએમ કોલેજના પ્રિન્સિપાલ ડૉ.ધર્મેન્દ્ર ગડેસિયા, ડૉ.યોગેશ પેથાપરા, એડવોકેટ નરેન્દ્ર સેતા, ગાયત્રીબેન મકવાણા, પાયલ ગોહેલ, મીરા પારેખ, અરવિંદ દલસાણિયા, પ્રદીપ પટેલ તેમજ શ્રી અને શ્રીમતી શેરસિયા વિશિષ્ટ ઉપસ્થિતિ સાથે જોડાયા હતા.

કાર્યક્રમ દરમિયાન હેડ બોય, હેડ ગર્લ, ડેપ્યુટી હેડ બોય, ડેપ્યુટી હેડ ગર્લ તથા વિવિધ હાઉસ અને પ્રિફેક્ટ્સને બેજ અર્પણ કરીને તેમની જવાબદારીઓ સોંપવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ શિસ્ત, નેતૃત્વ અને જવાબદારીના મૂલ્યોને જીવનમાં ઉતારવાની પ્રતિજ્ઞા લીધી હતી.શાળાના પ્રમુખ અને ટ્રસ્ટી સુમંતભાઈ પટેલએ વિદ્યાર્થીઓને સકારાત્મક નેતૃત્વ, સંસ્કાર, શિસ્ત અને સમર્પણ સાથે આગળ વધવા પ્રેરણા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આજના વિદ્યાર્થી નેતાઓ આવતીકાલના જવાબદાર નાગરિકો અને રાષ્ટ્રના ઘડવૈયા બનશે.પ્રિન્સિપાલ સના કાઝીએ વિદ્યાર્થીઓને પોતાના કર્તવ્યો નિષ્ઠાપૂર્વક નિભાવી શાળાનું ગૌરવ વધારવા તેમજ શાળાની ૨૩ વર્ષની ગૌરવશાળી પરંપરાને આગળ વધારવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.સમગ્ર કાર્યક્રમ હર્ષોલ્લાસ અને ગૌરવપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો.કાર્યક્રમના સફળ આયોજન માટે હાઉસ માસ્ટર્સ, શિક્ષકગણ અને વિદ્યાર્થી પરિષદની ટીમે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.






Latest News