ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કામ સત્વરે પૂર્ણ કરવા કલેક્ટરની તાકીદ


SHARE







મોરબી જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કામ સત્વરે પૂર્ણ કરવા કલેક્ટરની તાકીદ

મોરબી જિલ્લાના ખેલાડીઓને સ્થાનિક કક્ષાએ ઉત્કૃષ્ટ આધુનિક સુવિધાઓ મળી રહે અને રમતગમત ક્ષેત્રનો વ્યાપક વિકાસ થાય તે હેતુસર આજે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા જિલ્લાના વિવિધ રમતગમત પ્રકલ્પો અને સંસ્થાઓની તલસ્પર્શી સમીક્ષા મુલાકાત લેવામાં આવી હતી.

મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ આ મુલાકાત દરમિયાન સનાળા ખાતે પ્રગતિ હેઠળના મોરબી જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તેમજ હળવદ તાલુકા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના નિર્માણ કાર્યનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. તેમણે મોરબીના ઉભરતા ખેલાડીઓ વહેલી તકે રમતગમતની આધુનિક સેવાઓનો મહત્તમ લાભ મેળવી શકે તે માટે જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની બાકી રહેલી કામગીરી શક્ય તેટલી ઝડપથી અને સમયમર્યાદામાં પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને વિશેષ ભારપૂર્વક તાકીદ કરી હતી.

આ ઉપરાંતકલેક્ટરએ જિલ્લામાં રમતગમત કૌશલ્યને પ્રોત્સાહન આપતી ઇનસ્કૂલ’ યોજના હેઠળ કાર્યરત એમ.જી. મહેતા પ્રાથમિક શાળા તેમજ ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS) અંતર્ગત નવજીવન ન્યૂ એરા પબ્લિક સ્કૂલની પણ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે રમતગમતના વિકાસ માટે ચાલી રહેલી શૈક્ષણિક અને પ્રાયોગિક કામગીરીઓની સઘન સમીક્ષા કરીગ્રાઉન્ડ સ્તરે જરૂરી ગુણવત્તા જળવાઈ રહે તે માટે સ્થળ પર ઉપસ્થિત અધિકારીઓ અને રમત પ્રશિક્ષકોને  સૂચનો અને વહીવટી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.






Latest News