મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

મોરબીની વાવડી ચોકડીએ કાર ચાલકે ટક્કર મારતા રીક્ષા પલ્ટી મારી જવાથી વૃદ્ધને ઇજા તેની પત્નીનું મોત


SHARE







મોરબીની વાવડી ચોકડીએ કાર ચાલકે ટક્કર મારતા રીક્ષા પલ્ટી મારી જવાથી વૃદ્ધને ઇજા તેની પત્નીનું મોત

મોરબીની વાવડી ચોકડી પાસેથી વૃદ્ધ પોતાના પત્નીને પોતાની રીક્ષામાં બેસાડીને પસાર થઈ રહ્યા હતા અને રસ્તા વચ્ચેની કટ પાસે રીક્ષા ઉભી રાખી હતી દરમિયાન કાર ચાલકે પાછળથી રીક્ષાને ટક્કર મારી હતી જેથી રીક્ષા પલટી મારી ગઈ હતી અને બનાવમાં વૃદ્ધને શરીરે ઇજાઓ થઈ હતી જ્યારે તેના પત્નીને માથામાં અને શરીરે ગંભીર ઇજા થઈ હોવાના કારણે તેનું મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભે ઈજા પામેલ વૃદ્ધે સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવતા પોલીસે કારચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ શ્રીરામ પાર્કમાં રહેતા દિલીપભાઈ પોપટભાઈ સોઢા (65)એ હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કાર નંબર જીજે 10 ઇસી 2231 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, વાવડી ચોકડી પાસેથી તેઓ પોતાની સીએનજી રીક્ષા નંબર જીજે 36 યુ 0185 માં તેના પત્ની ભાનુબેનને બેસાડીને પસાર થયા હતા અને વાવડી ચોકડી પાસે રોડ ક્રોસ કરવા માટે બંને રોડની વચ્ચની કટ પાસે રિક્ષા ઊભી રાખી હતી દરમિયાન કાર ચાલકે નવલખી ફાટક તરફ આવીને ફરિયાદીની રીક્ષામાં પાછળના ભાગે કાર અથડાવી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં રીક્ષા પલટી મારી ગઈ હતી જેથી ફરિયાદીને શરીરે નાના મોટી ઈજાઓ થઈ હતી તેમજ પાંસળી અને ખભામાં ફેક્ચર જેવી ઈજા થઈ હતી જ્યારે ફરિયાદીના પત્ની ભાનુબેનને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે હાલમાં મૃતક મહિલાના પતિએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

યુવાન સારવારમાં

મોરબીના હળદ રોડ ઉપર માંડલ ગામ પાસે આવેલ કારખાનાની અંદર કામગીરી દરમિયાન અકસ્માતે ઉંચાઈ ઉપરથી નીચે ટકાતા સંજય રાજુભાઈ ભીલવાડ (22) નામના યુવાનને ઇજાઓ થઈ હતી જેથી ઇજા પામેલ યુવાનને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવેલ છે અને અકસ્માતના બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

ફિનાઇલ પી લેતા સારવારમાં

વાંકાનેરના ઢુવા ખાતે રહેતા રાજેશભાઈ મગનભાઈ ડાભી (24) ગામના યુવાને ઘરે હતો ત્યારે કોઈ કારણોસર ફિનાઈલ પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને પોલીસને બનાવની જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. #morbi 






Latest News