મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

ટંકારાના રોહીશાળા ગામે ખેડૂતોના ખેતરોમાંથી કેબલ વાયરોની ચોરી


SHARE







ટંકારાના રોહીશાળા ગામે ખેડૂતોના ખેતરોમાંથી કેબલ વાયરોની ચોરી

ટંકારાના રોહીશાળા ગામના સિમ વિસ્તારમાં તસ્કરોએ ધામા નાખ્યા હતા અને રોહીશાળાથી વિરવાવ તરફ જવાના રસ્તા ઉપર આવેલ ખેતરોથી કેબલ વાયરોની ચોરી કરવામાં આવેલ છે અને ખેડૂતોએ ખેતરમાં કૂવામાંથી સિંચાઇ માટેનું પાણી મેળવવા માટે રાખેલી મોટરના કેબલ વાયરની ચોરી કરવામાં આવતા ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

હાલમાં રોહીશાળા ગામના લોકો પાસેથી મળતી માહિતિ મુજબ વિરવાવ રોડ ઉપર આવેલા ખેતરોમાં ખેડૂતોએ સિંચાઇ માટે ખેતરોમાં મોટર સાથે જે કેબલ વાયર રાખેલા હોય છે તે વાયરની ચોરી કરવામાં આવેલ છે અને એક કે બે નહીં પરંતુ ચારથી વધુ ખેડૂતોના ખેતરોમાંથી વાયરની ચોરી કરવામાં આવેલ છે જેમાં દેવશીભાઈ સવસાણી, શાંતિલાલ ટાંક, મનસુખભાઈ ચોટલિયા વિગેરેનો સમાવેશ થાય છે. વધુમાં ગામના લોકો પાસેથી મળતી માહિતિ મુજબ એક જ રાતમાં ખેડૂતોના ખેતરમાં રહેલા કૂવામાંથી સીંચાઈનું પાણી મેળવવા માટે મૂકેલી મોટરના કેબલ વાયરની ચોરી કરવામાં આવેલ છે. જેથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે અને તેઓને આર્થિક  નુકશાન પણ થયું છે. આ બનાવની ગામના લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી છે જેથી પોલીસે ખેડૂતોના ખેતરમાંથી કેબલ વાયરની ચોરી કરનારા શખ્સોને દબોચી લેવા જુદીજુદી દિશામાં તપાસ શરૂ કરી છે.






Latest News