સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ મોરબીના પ્રગતિ હેઠળના મોડલ રોડની રૂબરૂ મુલાકાત લઈ સમીક્ષા કરી


SHARE





રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ મોરબીના પ્રગતિ હેઠળના મોડલ રોડની રૂબરૂ મુલાકાત લઈ સમીક્ષા કરી

મોરબી શહેરના માળખાકીય વિકાસ અને જાહેર સુવિધાઓના કામોને વેગ આપવા માટે ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા દ્વારા મોરબી મહાનગરપાલિકા ના પ્રગતિ હેઠળના મોડલ રોડ (નાની કેનાલ રોડ) ની આકસ્મિક મુલાકાત લઈ સઘન સમીક્ષા કરવામાં આવી હતી.

મંત્રીએ વિકાસ કાર્યના સ્થળ પર રૂબરૂ જઈને તલસ્પર્શી નિરીક્ષણ કર્યું હતું અને ત્યાં ઉપસ્થિત મહાનગરપાલિકાના ઇજનેરો, ઉચ્ચ અધિકારીઓ તથા સંબંધિત કોન્ટ્રાક્ટર સાથે ટેકનિકલ બાબતો અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી હતી. મંત્રીએ નગરજનોની સુવિધા માટે આ મોડલ રોડનું નિર્માણ કાર્ય સંપૂર્ણ ગુણવત્તાસભર રાખવા તેમજ તેને નિયત સમયમર્યાદામાં અચૂક પૂર્ણ કરવા માટે સૂચના આપી હતી. મંત્રીએ  સ્થાનિક નાગરિકો સાથે અત્યંત સાહજિક સંવાદ સાધીને ઓન-ધ-સ્પોટ તેમની રજૂઆતો અને પ્રશ્નો સાંભળ્યા હતા, તેમજ લોકહિતના આ પ્રશ્નોનું વહીવટી સ્તરેથી તાકીદે નિવારણ લાવવામાં આવશે તેવું જણાવ્યું હતું. આ મુલાકાત દરમિયાન મંત્રીની સાથે મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમ સુરાણી, મહાનગરપાલિકાના કમિશનર સંગીતા રૈયાણી, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા, નાયબ કમિશનર સંજય સોની તેમજ સ્થાનિક કોર્પોરેટરઓ, મહાનગરપાલિકાની ટેકનિકલ ટીમ, વહીવટી કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટર એજન્સીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. #morbi




Latest News