મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતો ધાંગધ્રાનો યુવાન ગુમ, ગુમ થયેલી યુવતીની ભાળ મળી


SHARE





મોરબીમાં રહેતો ધાંગધ્રાનો યુવાન ગુમ, ગુમ થયેલી યુવતીની ભાળ મળી

મોરબીમાં રહેતો મૂળ ધાંગધ્રાનો યુવાન ગુમ થઈ જવા સબબ પોલીસમાં જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી છે.જ્યારે મોરબીમાંથી ગુમ થયેલી યુવતીએ યુવાન સાથે મૈત્રીકરાર કરી લીધા હોવાનો ખુલાસો થતા પોલીસ અને પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ધાંગધ્રા તાલુકાના નરસીગઢ ગામના પ્રવીણભાઈ રસિકભાઈ હડિયલ (૩૮) નામના યુવાને પોલીસ સ્ટેશન ખાતે જાહેર કર્યું હતું કે, તેનો નાનો ભાઈ રાજુભાઈ રસિકભાઈ હડીયલ (ઉમર ૨૮) મૂળ રહે.નરસીગઢ તા.ધાંગધ્રા હાલ રહે.મોરબી-૨ હરીપાર્ક સર્કિટ હાઉસ સામે ગત તા.૪-૬ ના બપોરના ચારેક વાગ્યે કોઈને કંઈ કહ્યા વગર કયાંક ચાલ્યો ગયેલ છે.અને ઘરમેળે શોધખોળ છતાં રાજુભાઇનો પતો લાગ્યો ન હોય પોલીસને જાણ કરવામાં આવતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા ગુમ થયેલા રાજુભાઈની શોધખોળ શરૂ કરવામાં આવી છે.જ્યારે થોડા દિવસો પહેલા મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી હેતલબેન નંદલાલભાઈ સોનગ્રા નામની યુવતી ગુમ થઈ ગઈ હતી.તે અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.જેમાં પોલીસે કરેલ તપાસમાં ખુલ્યું હતું કે ગુમ થયેલ હેતલબેનએ ભાવેશભાઇ હમીરભાઈ ગરચર (૩૦) રહે.ભૂમિ ટાવર નાની વાવડી તા.મોરબી મૂળ રહે.દેવગઢ માળીયા મીંયાણા જી.મોરબી સાથે મૈત્રી કરાર કરી લીધેલ છે.હાલ યુવતી હેમખેમ મળી આવતા પોલીસ અને પરિવાર દ્વારા રાહતનો શ્વાસ લેવામાં આવ્યો હતો.

બાળકો સારવારમાં

મોરબીના જેતપર રોડ ઉપર આવેલા રંગપર ગામે દવા છાંટેલા તલ ખાઈ જતા સાગર રોહિતભાઈ કગથરા (૦૩), બંસી રોહિતભાઈ કગથરા (૦૪), સુનિલ ગેડાણી (૧૪) તેમજ પૂર્વશીબેન સુરેશભાઈ કગથરા (૦૩) નામના ચાર બાળકોને અસર થઈ હતી.જેથી અત્રેની આયુષ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબી તાલુકાના બંધુનગર ગામે રહેતા ક્રિષ્નાબેન પંકજભાઈ બામણીયા નામની ૩૬ વર્ષની મહિલા કોઈ કારણસર કોઈ અજાણ્યિ ઝેરી પ્રવાહી પી ગયેલ હોય તેણીને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી.બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના બળદેવભાઈ દેત્રોજા દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.

પોલીસ જપાજપીમાં ઇજા

મોરબીના જેતપર ગામે વીજ ટાવર નાંખવા બાબતે વળતર મુદ્દે પોલીસ અને ગ્રામજનોની વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યુ છે તે દરમિયાન પોલીસ સાથેની ઝપાઝપીમાં લલીતભાઈ ત્રીકમભાઈ સંઘાણી (૩૫) તેમજ નિર્મળાબેન રામજીભાઈ અઘારા (૬૫) રહે. બંને જેતપરને ઇજાઓ થયેલ હોય જેતપર પીએચસી ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

યુવતી સારવારમાં

મોરબીના હળવદ રોડ નીચી માંડલ ગામે રહેતા પરિવારની જાગૃતિબેન પ્રવીણભાઈ ગોસાઈ નામની ૧૯ વર્ષીય યુવતી તેના ઘરે કોઈ કારણસર ફિનાઈલ પી ગયેલી હોય સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી.બાદમાં પોલીસમાં જાણ કરવામાં આવી હતી જેથી બનાવની નોંધ કરીને તાલુકા પોલીસ મથકના નંદરામભાઈ મેસવાણિયા દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી હતી.જ્યારે મોરબીના શનાળા રોડ સુપર માર્કેટમાં સફાઈ કામ દરમિયાન કોઈ ઝેરી જનાવર કરડી જતા કાંતિભાઈ જીવરાજભાઈ ડાભી (૪૦) રહે.સતનામ ગૌશાળા પાસે વાવડી રોડ મોરબીને સારવાર માટે લાવવામાં આવ્યા હતા




Latest News