સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબી મહાસંઘ દ્વારા વસ્તી ગણતરીની કામગીરી કરતાં શિક્ષકોને ઓન ડ્યુટી આપવા વિવિધ કક્ષાએ રજુઆત


SHARE





મોરબી મહાસંઘ દ્વારા વસ્તી ગણતરીની કામગીરી કરતાં શિક્ષકોને ઓન ડ્યુટી આપવા વિવિધ કક્ષાએ રજુઆત

મોરબી હાલમાં સમગ્ર મોરબી જિલ્લામાં પ્રાથમિક શિક્ષકો દ્વારા ભારત સરકારના જનગણના અધિનિયમ -1948 ની જોગવાઈ મુજબ તા. 01/06/2026 થી ગણતરીદારો અને સુપરવાઇઝર દ્વારા ફિલ્ડમાં જઈને વસ્તી ગણતરી પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવેલ છે. જનગણના અધિનિયમ - 1948 ની કલમ- 15 A મુજબ વસ્તી ગણતરીની કામગીરી કરતા કોઈપણ કર્મચારીએ વસ્તી ગણતરીની ફરજ પર વિતાવેલા સમયગાળાને તેમની મૂળ કચેરીના ફરજ ઉપર ગણવા બાબતે જોગવાઈ કરવામાં આવેલ છે.

મોરબી જિલ્લામાં અસહ્ય ગરમીમાં શિક્ષકો શેરીએ શેરીએ ફરી જનગણના ઘરને નંબર આપીને નઝરી નકશો બનાવવા કાર્યનું ઘરે ઘરે જઈ વસ્તી ગણતરીની 34 કોલમની ઓનલાઈન એન્ટ્રી કરવાનું ખૂબ કઠિન કામ શાળામાં શિક્ષક તરીકેની ફરજ સાથે સમય મર્યાદામાં કરવું મુશ્કેલ હોય ઉપરોક્ત જોગવાઈ અનુસાર વસ્તી ગણતરીની કામગીરી સાથે જોડાયેલ શિક્ષકો સમય મર્યાદામાં તેમનું કામ પૂરું કરી શકે તે માટે ઉપરોક્ત જોગવાઈઓ અન્વયે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંતકલેકટર- મોરબી,ચાર્જ અધિકારી વસ્તી ગણતરી મહાનગરપાલિકા- મોરબી વગેરે વિવિધ કક્ષાએ ઓનડ્યુટી આપવા શૈક્ષિક મહાસંઘ-મોરબી દ્વારા રજુઆત કરવામાં આવેલ છે.




Latest News