હળવદના ચરડવા ગામે ટ્રાવેલ્સની ઓફિસમાં અને માલણીયાદ ગામે જુગારની રેડ: 6 શખ્સ 90,800 ની રોકડ સાથે ઝડપાયા મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વડીલો, માતા-બહેનો અને યુવાનોને કાનો ફિલ્મ નિશુલ્ક દર્શાવવામાં આવી જો પૂરતા વળતરનો પરિપત્ર નહિ તો ભાજપ પક્ષને પ્રવેશબંધી: મોરબી જિલ્લાના જુદાજુદા 40 ગામોમાં લાગ્યા બેનર મોરબીમાં રેંજની રેડ બાદ એક પોલીસ કર્મચારી સસ્પેન્ડ અને બે પોલીસ કર્મચારીની ભુજ ખાતે બદલી વિશ્વ હિન્દુ પરિષદ-દુર્ગાવાહિની-માતૃશક્તિ મોરબી જિલ્લા દ્વારા જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે રાસ-ગરબા અને ભારતીય સ્પર્ધાત્મક રમતોનું આયોજન સેવા સમર્પણ, લક્ષ્ય નિરામય; મોરબી જિલ્લાના વેજલપર આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી અને માળિયા વિસ્તારમાં ભારે વરસાદ દરમિયાન દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા રાહત સહાય મોરબી જિલ્લામાં ૩૧ ઓગષ્ટ સુધી સ્પા, હથિયારબંધી, સભા-સરઘસ, કર્મચારીઓ, ભાડુઆત તથા ખેત શ્રમિકો અંગે જાહેરનામું બહાર પડાયું
Breaking news
Morbi Today

મોરબીમાં વરીયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યારત્ન અભિવાદન સમારોહ યોજાયો


SHARE







મોરબીમાં વરીયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યારત્ન અભિવાદન સમારોહ યોજાયો

મોરબીમાં વરીયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા મોરબીના સેલિબ્રેશન પાર્ટી પ્લોટ ખાતે દ્વિતીય વિદ્યારત્ન અભિવાદન સમારોહ 2026 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શિક્ષણ, રમતગમત અને સમાજ સેવા ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર પ્રતિભાઓને બિરદાવવામાં આવી હતી.

આ સમારોહમાં ધોરણ 1 થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ, સરકારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લેનાર તથા રમતગમત ક્ષેત્રે ઝળહળતો દેખાવ કરનાર 70 જેટલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સમાજ માટે સમર્પિત અને કાર્યરત શિક્ષકો તેમજ નિવૃત્ત સરકારી શિક્ષકોનું પણ વિશેષ બહુમાન કરાયું હતું. ખાસ કરીને આઈઆઈટી જમ્મુ (IIT Jammu) અને બીએએમએસ (BAMS) માં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓનું અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું. અને કારકિર્દીના મહત્વના પડાવ સમાન ધો. 10 અને 12 (કોમર્સ અને સાયન્સ) માં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ખાસ સ્ટેન્ડિંગ ઓવેશન આપવામાં આવ્યું હતું અને તેમને વાજતે-ગાજતે સ્ટેજ સુધી લાવીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમની શરૂઆતમાં હનુમાન ચાલીસા સ્તુતિ અને ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. આજના સમયમાં ગોખણપટ્ટીના શિક્ષણ પર કટાક્ષ કરતું 'ગોખણપટ્ટી.કોમ' નામનું એક નાટક પણ રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જાણીતા મોટિવેશનલ સ્પીકર અને બાળરોગ નિષ્ણાત સતીશ પટેલે ઉપસ્થિત વાલીઓને 'પેરેન્ટિંગ' વિષય પર માર્ગદર્શન આપ્યું હતું. તેમણે આજના સમયમાં બાળકોને કેવી રીતે ઉછેરવા તે અંગે વાત કરી હતી. તેમણે "ગોખણિયું જ્ઞાન અને પરિણામ તો ટનાટન પરંતુ સ્વીકૃતિ છનાનન" વિષય પર છણાવટ કરી, બાળકોને માત્ર 90 થી 95 ટકા લાવવા પૂરતું ગોખણપટ્ટી કરાવવાને બદલે પ્રેક્ટિકલ નોલેજ (ભણતર સાથે ગણતર) આપવા પર ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમમાં મોરબી, રાજકોટ, થાન, હળવદ અને ટંકારા સહિતના વિસ્તારોમાંથી પ્રજાપતિ સમાજના અગ્રણીઓ, જ્ઞાતિના પ્રમુખો, વિવિધ શિક્ષણ સમિતિના સભ્યો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.






Latest News