મોરબીમાં મેયરની હાજરીમાં સ્વચ્છતા જાગૃતિ અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત રેલી યોજાઇ
SHARE
મોરબીમાં મેયરની હાજરીમાં સ્વચ્છતા જાગૃતિ અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત રેલી યોજાઇ
મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે સ્વચ્છતા જાગૃતિ અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ રેલીનું પ્રસ્થાન મોરબી મહાનગરપાલિકા કચેરી ખાતેથી કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે રેલીને પૂર્ણ કરવામાં આવી હતી ત્યાં મોરબીમાં સ્વચ્છતા માટેના શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા અને મોરબીના મેયરે નગરજનોને શહેરને સ્વચ્છ રાખવા માટે થઈને સહકાર આપવા માટે અપીલ કરી હતી
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વચ્છતાને પ્રાધાન્ય આપી રહ્યા છે ત્યારે મોરબી પણ સ્વચ્છ સુંદર અને રળિયામણું બને તે માટેના પ્રયાસો મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે જેના ભાગરૂપે આજે મોરબી મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા જાગૃતિ અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી મોરબી મહાનગરપાલિકા કચેરીના પટાંગણમાંથી શરૂ કરવામાં આવી હતી ત્યારબાદ સનાળા રોડ ઉપર થઈને નવા બસ સ્ટેશન પાસે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે આ રેલીને પૂર્ણ કરવામાં આવી હતી આ રેલીનું પ્રસ્થાન મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમભાઈ સુરાણી દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે મહાનગરપાલિકાના અન્ય પદાધિકારીઓ ચૂંટાયેલા સભ્યો તેમજ મહાનગરપાલિકાના કર્મચારીઓ અને શાળાના વિદ્યાર્થીઓ સહિતના લોકો રેલીમાં જોડાયા હતા અને મોરબીને સ્વચ્છ રાખવા માટે થઈને લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ તકે મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમભાઈ સુરાણી દ્વારા દેશના વડાપ્રધાન પણ સ્વચ્છતાનો આગ્રહ રાખે છે ત્યારે મોરબી શહેર સ્વચ્છ, સુંદર અને રળિયામણું બને તે માટે મહાનગરપાલિકાની ટીમ કાર્યરત છે તેની સાથોસાથ લોકો પણ સહકાર આપે અને શહેરમાં જ્યાં ત્યાં ગંદકી ન કરે અને સ્વચ્છતા જળવાઇ તેના માટે સહયોગ આપે તો મોરબી આગામી સમયમાં સ્વચ્છ શહેર બની જશે. તેવી લાગણી વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, મહામંત્રી નિર્મલભાઈ જારીયા, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતીભાઈ પડસુંબિયા સહિતના ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા.