સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં માતાની યાદ આવતી હોય ઘરેથી કોઈને કંઈ કહ્યા વગર યુવતી ગુમ


SHARE





મોરબીમાં માતાની યાદ આવતી હોય ઘરેથી કોઈને કંઈ કહ્યા વગર યુવતી ગુમ

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા પરિવારની યુવતી ગુમ થઈ ગઈ હોય પોલીસમાં જાણ કરવામાં આવેલ છે.પોલીસે નોંધ કરીને તપાસ શરૂ કરી છે.

આ બાબતે પ્રાપ્ત વિગતો મુજબ મોરબી વીસીપરા વિસ્તારમાં રહેતા અનવરભાઈ મહમદભાઈ પલેજા (૩૨) નામના યુવાને પોલીસમાં જાણ કરતા જણાવ્યું હતું કે, તેની નાની બહેન મુમતાઝબેન મહમદભાઈ પલેજા (૨૦) ઘરેથી કોઈને કંઈ કહ્યા વગર ચાલ્યા ગયેલ છે.વધુમાં અનવરભાઇ એ પોલીસને જણાવ્યા પ્રમાણે મુમતાઝબેનને 'માતાની યાદ આવતી હોય' ઘરેથી કોઈને કંઈ કહ્યા વિના કયાંક ચાલ્યા ગયેલા છે.હાલ બી ડિવિઝન પોલીસ મથકના બી.કે.દેથા દ્વારા આ બાબતે ગુમનોંધ કરીને ગુમ થયેલ મુમતાઝબેનને શોધવા તપાસ તજવીજ શરૂ કરેલ છે.

બે યુવાન સારવારમાં

મોરબીના વાંકાનેર તાલુકાના સરતાનપર-માટેલ રોડ સેન્સો ચોકડી ખાતે મારામારીના બનાવમાં ત્યાં રહેતા લખન નારણભાઈ મારવાડી (૨૭) તથા સુનિલ ધરમમોતી મારવાડી (૧૨) નામના બે લોકોને ઇજા થયેલી હોય અહીંની સિવિલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે હળવદના ઢવાણા ગામે રહેતા જીલુબેન કાનાભાઈ ભરવાડ નામના ૭૨ વર્ષના વૃદ્ધાને સારવાર માટે અત્રેની આયુષ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.તેઓ દ્વારકા કાનદાસ બાપુના આશ્રમ પાસે અજાણી રીક્ષા સાથે અકસ્માત બનાવમાં ઈજા પામ્યા હોય સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.

મારામારીમાં ઇજા થતા સારવારમાં

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા જેનબબેન ફિરોજભાઈ જામ (ઉમર ૨૦) ને તેમના ઘરે પતિ તથા નણંદ દ્વારા માર મારવામાં આવતા સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબી વીસીપરા કુલીનગર વિસ્તારમાં રહેતા મુમતાઝબેન રમજાનભાઈ સાઇચા નામના ૪૦ વર્ષીય મહિલાને પણ મારામારીના બનાવમાં ઇજા થયેલ હોય તેમને પણ સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.બનાવને પગલે બી ડિવિઝન પોલીસ દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

બાળકી સારવારમાં

મોરબીના લાલપર ગામ પાસે આવેલા અનમોલ સીરામીક નજીક ટ્રેક્ટર રીવર્સમાં લેતા સમયે હેમલતા દુર્ગેશભાઈ ચૌહાણ નામની એક વર્ષની બાળકીને ઠોકર લાગતા ઈજા પામેલ હોય હેમલતાને આયુષ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી.જ્યારે મોરબીના નાની વાવડી ગામે રહેતા મયુર જીતેન્દ્રભાઈ નિમાવત નામના ૩૦ વર્ષના યુવાને વધુ પડતી ઊંઘની દવા પી લીધી હોય તેને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.અને મોરબીના ઘુંટુ રોડ ઉપર આવેલ સીરામીકના કારખાનામાં રહીને મજૂરી કામ કરતા રીન્કીબેન અમૃતભાઈ ચાંદ નામની ૨૫ વર્ષની યુવતીએ કોઈ અજાણ્યુ પ્રવાહી પી લેતા તેણીને પણ સારવાર માટે દવાખાને લાવવામાં આવી હતી અને પોલીસ દ્વારા નોંધ કરી તપાસ શરૂ કરવામાં આવી હતી.




Latest News