સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં પૈસાની તંગીથી કંટાળીને વેપારી યુવાને કર્યો આપઘાત: ગોરી ઘનશ્યામપુર ગામે રહેતી યુવતીએ જીવન ટૂંકાવ્યું


SHARE





મોરબીમાં પૈસાની તંગીથી કંટાળીને વેપારી યુવાને કર્યો આપઘાત: ગોરી ઘનશ્યામપુર ગામે રહેતી યુવતીએ જીવન ટૂંકાવ્યું

મોરબીમાં કલર શોપનો ધંધો કરતા યુવાને ધંધામાં પૈસાની તંગી હોવાના કારણે ટેન્શનમાં આવી ગયો હતો અને તેણે પોતાને ઘરની અંદર પંખા સાથે ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે હળવદના ગોરી ઘનશ્યામપુર ગામે રહેતી યુવતીએ કોઈ કારણોસર પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે જેની સ્થાનીક પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના ગ્રીન ચોક પાસે મોટી હનુમાન શેરી ખાતે રહેતા વિરાજ નવનીતભાઇ દફ્તરી (40) નામના યુવાને પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવાન કલર શોપ ચલાવતો હતો અને ધંધામાં પૈસાની તંગી હતી જેના ટેન્શનમાં આવી જઈને પોતાના ઘરની અંદર લગાવેલ પંખા સાથે ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે જેની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી જયારે હળવદના ગોરી ઘનશ્યામપુર ગામે રહેતા અનિતાબેન માવજીભાઈ રાઠોડ (20) નામની યુવતીએ કોઈપણ કારણોસર પોતે પોતાના ઘરે હતી ત્યારે ઘરમાં લગાવેલ હુકની અંદર સાડી બાંધીને પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે બનાવની જનકભાઈ બેચરભાઈ રાઠોડ (40) રહે. ગોરી ઘનશ્યામપુર વાળાએ હળવદ પોલીસ સ્ટેશને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી.




Latest News