મોરબી: પ્રેમ લગ્ન કરનાર યુવતીને તેના પિતા-ભાઈએ છરી બતાવીને આપી મારી નાખવાની ધમકી
વાંકાનેર ના કેરાળા ગામ ના પાટીયા પાસે આઇસર ટેન્કરના ચાલકે જુદા જુદા બે ટ્રકમાં પાછળથી ટક્કર મારતા અકસ્માત બે ઇજાગ્રસ્તો સારવારમાં
SHARE
વાંકાનેર ના કેરાળા ગામ ના પાટીયા પાસે આઇસર ટેન્કરના ચાલકે જુદા જુદા બે ટ્રકમાં પાછળથી ટક્કર મારતા અકસ્માત બે ઇજાગ્રસ્તો સારવારમાં
વાંકાનેર નજીક આવેલ કેરાળા ગામના બોર્ડ પાસેથી યુવાનો પોતાના ટ્રક લઈને ચા પીવા માટે જઈ રહ્યો હતો ત્યારે ઓવરટેક કરવા જતા સમયે આઇસર ટેન્કરના ચાલકે ટ્રકની પાછળના ભાગમાં તેનું વાહન અથડાવ્યું હતું જેથી અકસ્માત થયો હતો અને ત્યાર બાદ આઇસર ટેન્કર રોડ સાઈડમાં નીચે ઉતરી ગયું હતું ત્યાં અન્ય એક ટ્રક સાથે અથડાયું હતું જે બનાવમાં આઇસર ટેન્કરના ચાલક અને તેની સાથે બેઠેલા વ્યક્તિને ઇજાઓ થઈ હતી જોકે, યુવાનના ટ્રકમાં અને અન્ય ટ્રકમાં નુકસાન થયેલ હોવાથી આ બનાવ સંદર્ભે હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે ગુના નોંધી આરોપીને પકડવા માટે શરૂ કરેલ છે
ચોટીલા તાલુકાના મગરીખડાના રહેવાસી મનસુખભાઈ મગનભાઈ અણિયારીયા (37)એ હાલમાં આઇસર ટેન્કરના ચાલક સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, વાંકાનેર નજીક આવેલ કેરાળા ગામના બોર્ડ પાસે રાજા પેટ્રોલ પંપની સામેથી તેઓ પોતાનો ટ્રક નંબર જીજે 3 બીવી 6172 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે કેરાળા ગામના બોર્ડ પાસે ચા પીવા માટે થઈને તેઓ પોતાનો ટ્રક લઈને જતાં હતા તેવામાં પાછળથી આરોપીએ તેનો આઇસર ટેન્કર ફરિયાદીના ટ્રકનો ઓવરટેક કરવા જતા સમયે ટ્રકની ખાલી સાઈડમાં અથડાવ્યું હતું જેથી અકસ્માત થયો હતો અને આઇસર ટેન્કરના ચાલકે તેના વાહનના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દેતા તેનું આઇસર રોડ સાઈડમાં નીચે ઉતરી ગયું હતું અને રોડ સાઈડમાં ઉભેલા ટ્રક નંબર જીજે 25 યુ 7578 ની પાછળના ભાગમાં અથડાયું હતું અને અકસ્માત થયો હતો જેમાં આરોપીને શરીરે ઇજાઓ થઈ હતી અને તેની બાજુમાં બેઠેલા વ્યક્તિને પણ ઇજાઓ થઈ હોવાથી બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇસર ટેન્કરના ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી છે.