મોરબીમાં મોબાઇલમાં વધુ પડતી વાત કરવાની ના પાડતા સગીરા દવા પી ગઇ કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ખાડે !: મોરબીમાં પતિ-પુત્રની હાજરીમાં ધમકી આપીને મહિલા સાથે દુષ્કર્મ, 5 સામે ફરિયાદ મોરબીમાં સગીર દીકરીની છેડતી કરનારા શખ્સને સમજાવવા ગયેલ માતા સાથે ઝઘડો કરીને આપી ધમકી માળીયા (મીં)ના કાજરડા ગામ જવાના રસ્તા ઉપરથી દેશી બંદુક સાથે એક શખ્સ પકડાયો મોરબીના બાયપાસ રોડે થારના ચાલકે અલ્ટોને મારી ટક્કર: ઇજાગ્રસ્ત દંપતી સારવારમાં મોરબીમાંથી દારૂની 8 બોટલ સાથે એક પકડાયો, માલ આપનારની શોધખોળ: અંજીયાસર ગામેથી 400 લિટર આથો ઝડપાયો હળવદના ચરાડવા પાસેનો બનાવ: અકસ્માતમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે લઈ જતી કાર ડમ્પરમાં ઘુસી જતા 7 પૈકીનાં 5 લોકોના મોત: બે સારવારમાં મોરબી જીલ્લામાં રામપર વીડી, બાબા સાહેબ આંબેડકર સ્કૂલ અને નેક્સિયન સિરામીકમાં વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાયો
Breaking news
Morbi Today

કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ખાડે !: મોરબીમાં પતિ-પુત્રની હાજરીમાં ધમકી આપીને મહિલા સાથે દુષ્કર્મ, 5 સામે ફરિયાદ


SHARE











કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ખાડે !: મોરબીમાં પતિ-પુત્રની હાજરીમાં ધમકી આપીને મહિલા સાથે દુષ્કર્મ, 5 સામે ફરિયાદ

મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પ્રશ્નો ઊભા થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પતિ અને પુત્રની હાજરીમાં આરામ કરી હતી ત્યારે અજાણ્યા પાંચ શખ્સ ત્યાં આવ્યા હતા અને મહિલા તેમજ તેના પતિને ધમકી આપીને મહિલાની સાથે એક શખ્સે દુષ્કર્મ આચર્યું હતું જેથી આ બનાવ સંદર્ભે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભોગ બનેલ મહિલા દ્વારા ફરિયાદ નોંધાવામાં આવતા પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી જિલ્લામાં ક્રાઈમની ઘટનાઓ વધી રહી છે આટલું જ નહીં પરંતુ ચિંતાજનક કહી શકાય અને સમાજ માટે લાલબત્તી સમાન કહી શકાય તેવી ઘટનાઓ બની રહી છે તેવામાં મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અંદર વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતું દંપતી વાડીએ તેના દીકરાની સાથે આરામ કરી રહ્યું હતું ત્યારે વાડીએ અજાણ્યા પાંચ શખ્સો ત્યાં આવ્યા હતા અને ત્યારે બાદ મહિલાના પતિને ધમકીઓ આપવામાં આવી હતી અને મહિલાને તેના પતિ તેમજ પુત્રને મારી નાખવાની ધમકી આપી હતી ત્યાર બાદ પાંચ પૈકીના એક શખ્સે મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું

ઉલેખનીય છે કે, યુપી, બિહાર વિગેરે જેવા રાજ્યોમાં અગાઉ દુષ્કર્મની જેવી ઘટનાઓ બનતી હોય તેવું જોયું અને સાંભળ્યુ હોય આવો જ ઘાટ હવે ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. કેમ કે, આ બનાવમાં મહિલાની સાથે તેના પતિ અને પુત્રની હાજરીમાં વાડીએ જઈને ધમકીઓ આપીને દુષ્કર્મ આચરવામાં આવ્યું છે જેથી ભોગ બનેલ મહિલાની તાત્કાલિક ફરિયાદ લઈને પોલીસે અજાણ્યા શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે જુદીજુદી દિશામાં તપાસ શરૂ કરી છે.

યુવાન ઉપર હુમલો

મોરબી તાલુકાના સાદુકા ગામે રહેતા હસમુખભાઈ હમીરભાઇ પટેલ (26) નામના યુવાનને અજાણ્યા શખ્સે લોખંડના પાઇપ વડે માર માર્યો હતો જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી






Latest News