સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

પરંપરાગત ખેતીથી આધુનિકતા તરફ પ્રયાણ; મોરબી જીલ્લામાં બાગાયત વિભાગની સહાય યોજના હેઠળ ખેડૂતો બન્યા આત્મનિર્ભર


SHARE





પરંપરાગત ખેતીથી આધુનિકતા તરફ પ્રયાણ; મોરબી જીલ્લામાં બાગાયત વિભાગની સહાય યોજના હેઠળ ખેડૂતો બન્યા આત્મનિર્ભર

રાજ્યના કૃષિકારો ખેતી અને બાગાયતી પાકોમાંથી મહત્તમ આવક મેળવીને આર્થિક રીતે સમૃદ્ધ બને તેવા હકારાત્મક અભિગમ સાથે ગુજરાત સરકાર દ્વારા કૃષિ યાંત્રીકરણને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. હાલના આધુનિક યુગમાં ખેતર પરના વિવિધ કાર્યો માટે પૂરતા પ્રમાણમાં ખેત મજૂરો મળતા ઓછા થયા છે, જેના કારણે ખેતીના સમયસર થતા કાર્યો પર વ્યાપક અસર પડે છે. જગતના તાતને આધુનિક ટેકનોલોજી તરફ વાળવા માટે મોરબી જિલ્લામાં સરકારશ્રીની કૃષિ યાંત્રીકરણ અંતર્ગત મીની ટ્રેક્ટર અને સાધનોમાં સહાયયોજના ક્રાંતિકારી સાબિત થઈ રહી છે.

મોરબી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો નાના અને સીમાંત ખાતેદાર હોવાથી તેમની પાસે જમીન ધારકતા ઓછી છે. આર્થિક મર્યાદાઓના કારણે આ ખેડૂતો મોંઘા મશીનો ખરીદી શકતા ન હોવાથી કાં તો મોંઘા ભાડે સાધનો લાવવા પડતા અથવા મુશ્કેલીઓ વેઠવી પડતી હતી.ત્યારે ખેડૂતોની માટે  વર્ષ ૨૦૨૫-૨૬ અન્વયે મોરબી જિલ્લા બાગાયત વિભાગ દ્વારા આ કલ્યાણકારી યોજના હેઠળ રૂ. ૨૨૮.૧૨ લાખની માતબર રકમ મંજૂર કરીને જિલ્લાના કુલ ૨૫૧ પ્રગતિશીલ ખેડૂતોને આધુનિક સાધનોની આપવામાં આવ્યા છે. આ સહાય અંતર્ગત જિલ્લામાં ૨૫૧ મીની ટ્રેક્ટર, ૧૭૩ કલ્ટીવેટર, ૭૮ રોટાવેટર અને ખેતીવાડીની ઉપજના પરિવહન માટે ૧ મીની ટ્રેલર મળીને વ્યાપક પ્રમાણમાં આધુનિક કૃષિ યંત્રો  ફાળવવામાં આવ્યા છે.

સરકારના આ પ્રોત્સાહક પગલાંથી ખેડૂતો હવે નિયત સમયમર્યાદામાં ખેડ, વાવણી તેમજ લણણી જેવા મહત્વના કાર્યો ખૂબ જ સરળતાથી પૂર્ણ કરી રહ્યા છે. આ ઉપરાંત ઉનાળુ ઋતુમાં પાક માટે પાણીના પરિવહન અર્થે પણ આ સાધનો ખૂબ જ ઉપયોગી છે. રાજ્ય સરકારના આ પ્રજાભિમુખ નિર્ણયથી મોરબી જિલ્લાના ખેડૂતોનું આર્થિક જીવનધોરણ આવ્યું છે.  એટલું જ નહીં, પરંતુ સ્થાનિક કક્ષાએ ગ્રામ્ય યુવાનો માટે પૂરક રોજગારીની નવી તકો પણ ઊભી થઈ રહી છે. આધુનિક કૃષિ ક્રાંતિ તરફ આગળ વધી રહેલો મોરબીનો ખેડૂત હવે સક્ષમ અને આત્મનિર્ભર બની રહ્યો છે.




Latest News