સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ઉંદર પકડવાની જાળના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ


SHARE





મોરબી જિલ્લામાં ઉંદર પકડવાની જાળના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ

ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ, ગાંધીનગરની સૂચનાઓ અને નામદાર ગુજરાત હાઈકોર્ટના આદેશોના ચુસ્ત અમલીકરણના ભાગરૂપે મોરબીના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે. ખાચર દ્વારા સમગ્ર મોરબી જિલ્લામાં ઉંદર પકડવાની ચીકણી જાળ એટલે કે ગ્લુ-ટ્રેપ’ (ગ્લુ-બોર્ડ અથવા સ્ટીકી ટ્રેપ) ના ઉત્પાદન, વેચાણ તેમજ ઉપયોગ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

સંયુક્ત પશુપાલન નિયામક અને ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડની સત્તાવાર વિગતો અનુસાર, ઉંદરો કે અન્ય નાના જીવોને પકડવા માટે વપરાતી આ ગ્લુ-ટેપ અત્યંત ઘાતક અને અમાનવીય છે. કોઈપણ જીવને આવી બિનજરૂરી પીડા કે વેદના આપવી એ કાયદાકીય ગુનો બને છે. આ જાહેરનામું ૧૯/૦૭/૨૦૨૬ સુધી અમલી રહેશે. જો કોઈ પણ વ્યક્તિ, વેપારી કે સંસ્થા આ જાહેરનામાના નિયમોનો ભંગ કરતા અથવા ગ્લુ-ટ્રેપનું ઉત્પાદન, વેચાણ કે ઉપયોગ કરતા પકડાશે, તો તેમની સામે કડક શિક્ષાત્મક અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.




Latest News