મોરબીમાં ભાજપના આગેવાન સામે નોંધાયેલ દુષ્કર્મના ગુનામાં સાયન્ટિફિક-સયોગિક પુરાવાઓ એકત્રિત કરવા તજવીજ ચાલુ: જે.એમ.આલ મોરબીમાં મહિલા પાસેથી ઉઘરાણા કરનારા રોજમદાર કર્મચારી સામે જો પુરાવા મળે તો એસીબીની ફરિયાદ થશે: કમિશનર  સંગિતા રૈયાણી મોરબીના ખારચીયા ગામ નજીક બાઇક સ્લીપ થતાં રાજકોટ ખસેડાયેલા યુવાનનું સારવારમાં મોત મોરબીમાં દારૂની ત્રણ રેડમાં 15 બોટલ દારૂ પકડાયો, જેતપર ગામે મારા મારીમાં ત્રણને ઈજા: બે વર્ષની બાળકી દાઝી ગઈ મોરબીમાં બોક્સના બાકી બિલનું પેમેન્ટ નહીં કરતાં કારખાનેદારોને સપ્લાઈ બંધ કરવા પેકજિંગ એસો.નો નિર્ણય મોરબીમાં ત્રિકોણ બાગ પાસે સતત 21 માં વર્ષે ઘર ગણેશઉત્સવનું આયોજન મોરબીના રફાળેશ્વર ગામે આવેલ આદર્શ નિવાસી શાળામાં પાણીની વ્યવસ્થા કરવા ભાજપના આગેવાને મુખ્યમંત્રીને કરી રજૂઆત મોરબી મહાપાલિકામાં સમાવેશ કરાયેલ ગામડા અને સોસાયટીમાં વધારે ટેકસ લેવામાં આવતો હોવાની ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીમાં પુરુષોત્તમ માસમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા શેરડીનો રસ-છાશનું વિતરણ


SHARE







મોરબીમાં પુરુષોત્તમ માસમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા શેરડીનો રસ-છાશનું વિતરણ

અત્યંત પવિત્ર અને પુણ્યપ્રદ ગણાતા પુરુષોત્તમ માસ દરમિયાન મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી દ્વારા માનવસેવાના ભાવ સાથે સિવિલ હોસ્પિટલ ખાતે શીતળ સેવા પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. અને ઉનાળાની ગરમીમાં હોસ્પિટલમાં આવતા દર્દીઓના સગાં-સંબંધીઓ, રાહદારીઓ તેમજ જરૂરિયાતમંદ લોકો માટે 1000 ગ્લાસ તાજો શેરડીનો રસ અને 500 ગ્લાસ છાશનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. ઉલેખનીય છે કે, હિન્દુ ધર્મમાં પુરુષોત્તમ માસને ભક્તિ, દાન, જપ-તપ અને સેવા માટે વિશેષ મહત્વનો મહિનો માનવામાં આવે છે. આ પવિત્ર માસ દરમિયાન કરવામાં આવતી સેવાઓ અને પરોપકારના કાર્યોનું વિશેષ પુણ્યફળ પ્રાપ્ત થતું હોવાનું શાસ્ત્રોમાં વર્ણવાયું છે. આ જ ભાવનાને કેન્દ્રમાં રાખીને મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા આ માનવતાભર્યો સેવા યજ્ઞ યોજવામાં આવ્યો હતો.




Latest News