મોરબીના ટીંબડી ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મહેસુલી તલાટીઓની સેજા ખાતેની કામગીરી સુનિશ્ચિત કરવા સમયપત્રક નક્કી કરાયું મોરબીમાં બાળ સંભાળ ગૃહના બાળકો સાથે કોફી વિથ કલેક્ટરનો કાર્યક્રમ યોજાશે મોરબીમાં ભાજપના આગેવાન સામે નોંધાયેલ દુષ્કર્મના ગુનામાં સાયન્ટિફિક-સયોગિક પુરાવાઓ એકત્રિત કરવા તજવીજ ચાલુ: જે.એમ.આલ મોરબીમાં મહિલા પાસેથી ઉઘરાણા કરનારા રોજમદાર કર્મચારી સામે જો પુરાવા મળે તો એસીબીની ફરિયાદ થશે: કમિશનર  સંગિતા રૈયાણી મોરબીના ખારચીયા ગામ નજીક બાઇક સ્લીપ થતાં રાજકોટ ખસેડાયેલા યુવાનનું સારવારમાં મોત મોરબીમાં દારૂની ત્રણ રેડમાં 15 બોટલ દારૂ પકડાયો, જેતપર ગામે મારા મારીમાં ત્રણને ઈજા: બે વર્ષની બાળકી દાઝી ગઈ મોરબીમાં બોક્સના બાકી બિલનું પેમેન્ટ નહીં કરતાં કારખાનેદારોને સપ્લાઈ બંધ કરવા પેકજિંગ એસો.નો નિર્ણય
Breaking news
Morbi Today

માળીયા (મી)ના કાજેરડા ગામે ભત્રીજા સાથે થયેલ બોલચાલીનો ખાર રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ પાઈપ વડે કર્યો હુમલો


SHARE







માળીયા (મી)ના કાજેરડા ગામે ભત્રીજા સાથે થયેલ બોલચાલીનો ખાર રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ પાઈપ વડે કર્યો હુમલો

માળીયા મીયાણાના કાજેરડા ગામે રહેતા યુવાનના ભત્રીજા સાથે બોલાચાલી ઝઘડો થયો હોય તે બાબતનો ખા રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ પાઇપ વડે હુમલો કર્યો હતો અને ત્યારે તેને ડાબા પગ, કે અને માથાના ભાગે માર મારીને ગંભીર જા કરવામાં આવી હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવારમાં ખસેડાયો હતો અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરે છે

માળીયા મીયાણાના કાજેરડા ગામે અબ્બાસ બાપુના ઘર પાસે રહેતા અયુબભાઈ ઉમરભાઈ કાજેડીયા (35)એ હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રમજાનભાઈ મોવર, આર્યન, આબિદ રમજાનભાઈ મોવર રહે. ત્રણેય કાજેડા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને તેના જણાવ્યું છે કે તેના ભત્રીજા સાથે આરોપીઓને બોલાચાલી ઝઘડો થયો હતો જે બાબતનો ખાર રાખીને આરોપીઓએ ફરિયાદી સાથે બોલાચાલી ઝઘડો કર્યો હતો અને તેને ગાળો આપી હતી અને ત્યારબાદ લોખંડના પાઇપ ડે તેને શરીરે જેમ ફાવે તેમ માર મારીને ડાબા પગમાં ફ્રેક્ચર તથા કેના ભાગે અને માથાના ભાગે ઇજા કરી હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News