મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ ભારતના ખેડૂત નેતા રાકેશ ટીકેતની હાજરીમાં મોરબીના રવાપર ગામે યોજાશે કિસાન મહાસભા મોરબી રવાપર ચોકડી પાસેથી રોકડ રકમ મળી, જેની હોય તેણે સંપર્ક કરવો મોરબીમાં ઘરેથી ઝેરોક્ષ કરાવવા જવાનું કહીને નિકળેલ યુવતી ગુમ વાંકાનેરમાં મુખ્ય માર્ગો ઉપરના દબાણો હટાવતી પાલિકા વાંકાનેરના ચંદ્રપુરમાં સ્ટાર પ્લાઝાની 240 દુકાનો સીલ : વેપારીઓમાં રોષ,ફાયર સેફટીના અભાવે કાર્યવાહી વાંકાનેરમાં દેવદયા ટ્રસ્ટ દ્વારા ત્રાંસી આંખ માટે નિદાન કેમ્પ યોજાશે મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિના સીવણ કેન્દ્રમાં બહેનોને પ્રમાણપત્ર એનાયત કર્યા
Breaking news
Morbi Today

માળીયા (મી) નજીક ડિવાઇડર કૂદીને આવેલ કાર સામેથી આવતી કાર સાથે અથડાતાં અકસ્માત: મહિલાઓ સહિત કુલ 7 લોકોને ઇજા


SHARE







માળીયા (મી) નજીક ડિવાઇડર કૂદીને આવેલ કાર સામેથી આવતી કાર સાથે અથડાતાં અકસ્માત: મહિલાઓ સહિત કુલ 7 લોકોને ઇજા

મોરબી કચ્છ હાઇવે રોડ પર આવેલ હરિપર ગામના પાટીયા પાસેથી પસાર થતી કારના ચાલકે રોડનું ડિવાઈડર ખુદાવીને સામેના રોડ ઉપર આવતી અર્ટિકા કાર સાથે કારને અથડાવી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં અર્ટિકા કારની અંદર બેઠેલા મહિલાઓ સહિત કુલ સાત વ્યક્તિઓને શરીરે નાના મોટી ઇજાઓ થઈ હતી જેથી તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં અર્ટિકા કારના ચાલકે ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત સર્જનાર કારના ચાલક સામે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જેસ્ટાનગર ખાતે રહેતા નયનભાઈ નાનાલાલભાઈ ઠક્કર (30)એ કાર નંબર જીજે 12 એફબી 9666 ના ચાલક સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી કચ્છ હાઇવે રોડ ઉપર આવેલ હરીપર ગામના પાટીયા પાસે દેવ સોલ્ટ નજીકથી આરોપી પોતાના હવાલા વાળી કાર નંબર જીજે 12 એફબી 9666 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે સામેની સાઈડથી રોડ વચ્ચેનો ડિવાઇડર કૂદાવીને ફરિયાદીની અર્ટિકા કાર નંબર જીજે 12 સિટી 9432 સાથે આરોપીએ તેની કાર અથડાવી હતી જેથી અકસ્માતનો બનાવ બનેલ હતો જે બનાવમાં ફરિયાદીને માથાના અને જમણી આંખના નેણ પાસે પણ ટાંકા, ડાબા હાથના કાંડામાં ફેક્, પાંસળીમાં પણ ફેક્ર થયું હતું જયારે કારમાં બેઠેલા ભાવેશભાઈ હરેશભાઈ ઠક્કરને માથામાં ટાંકા, હાથે અને પગે ઇજાઓ થઈ હતી અને હેતલબેન ભાવેશભાઈ ઠક્કરને માથામાં ટાંકા અને કરોડરજ્જુમાં ફેકચર જેવી ઇજાઓ થઈ હતી તો પ્રાચીબેન ભાવેશભાઈ ઠક્કરને ખભામાં ફેક્ચર, વૈશાલીબેન વિશાલભાઈ ઠક્કર, સોનાક્ષીબેન વિશાલભાઈ ઠક્કર, પાંચીબેન વિશાલભાઈ ઠક્કર અને નિશિતાબેન વિશાલભાઈ ઠક્કરને નાકના ભાગેને  ઇજાઓ થઈ હતી જેથી ઇજા પામેલા લોકોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને અકસ્માતના આ બનાવ સંદર્ભે હાલમાં કાર ચાલક સામે ફરિયાદ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News