વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકામાંથી વિવિધ દાખલા કઢાવવા માટે ઝોન વાઈઝ કામગીરી શરૂ કરવા કોંગ્રેસની માંગ


SHARE







મોરબી મહાપાલિકામાંથી વિવિધ દાખલા કઢાવવા માટે ઝોન વાઈઝ કામગીરી શરૂ કરવા કોંગ્રેસની માંગ

મોરબી મહાપાલિકામાં જન્મ અને મરણના દાખલા તથા અન્ય રહિશના દાખલા લેવા માટે લોકો  હેરાન થાય છે જેથી કરીને મોરબી જિલ્લા કોંગ્રેસ લીગલ સેલના પ્રમુખે હાલમાં કમિશ્નરને રજૂઆત કરીને જુદાજુદા દાખલાઓ માટે અલગ અલગ ઝોનમાં કલ્સટર વાઈઝ કામગીરી ઝડપથી કરવામાં આવે તેના માટેની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી છે.

 મોરબી જિલ્લા કોંગ્રેસ લીગલ સેલના પ્રમુખ ભવિનભાઇ ફેફરે હાલમાં મહાપાલિકાના કમિશનરને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી મહાપાલીકાના વોર્ડ નંબર ૧૦ માંથી તેઓએ કોંગ્રેસનાં ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી અને મોરબીમાં રેન બસેરા ખાતે જન્મ-મરણ વિભાગ કાર્યરત છે અને ત્યાં મહાપાલીકા હદ વિસ્તારમાંથી આવતા લોકોને જન્મ, મરણ કે અન્ય દાખલાઓ લેવા માટે આખા મોરબીમાંથી લોકોને ત્યાં આવવું પડે છે જેથી કરીને લોકોનો સમય તથા પેટ્રેલ-ડિઝલનો બગાડ થાય છે અને કલાકો સુધી હેરાન થવું પડે છે માટે મહાપાલિકા હાઉસ ટેકસ ઝોન વાઈઝ એકત્ર કરે છે તેવી જ રીતે તમારા કલ્સટરોમાં જન્મ-મરણ સહિતના દાખલાઓ કાઢવા માટેની કામગીરી કરવામાં આવે તો લોકોની મુશ્કેલીઓ દૂર થશે અને વધુ સારી સુવિધા મળશે. તેમાં શંકાને કોઈ સ્થાન નથી.




Latest News