મોરબીમાં ભાજપના આગેવાન સામે નોંધાયેલ દુષ્કર્મના ગુનામાં સાયન્ટિફિક-સયોગિક પુરાવાઓ એકત્રિત કરવા તજવીજ ચાલુ: જે.એમ.આલ મોરબીમાં મહિલા પાસેથી ઉઘરાણા કરનારા રોજમદાર કર્મચારી સામે જો પુરાવા મળે તો એસીબીની ફરિયાદ થશે: કમિશનર  સંગિતા રૈયાણી મોરબીના ખારચીયા ગામ નજીક બાઇક સ્લીપ થતાં રાજકોટ ખસેડાયેલા યુવાનનું સારવારમાં મોત મોરબીમાં દારૂની ત્રણ રેડમાં 15 બોટલ દારૂ પકડાયો, જેતપર ગામે મારા મારીમાં ત્રણને ઈજા: બે વર્ષની બાળકી દાઝી ગઈ મોરબીમાં બોક્સના બાકી બિલનું પેમેન્ટ નહીં કરતાં કારખાનેદારોને સપ્લાઈ બંધ કરવા પેકજિંગ એસો.નો નિર્ણય મોરબીમાં ત્રિકોણ બાગ પાસે સતત 21 માં વર્ષે ઘર ગણેશઉત્સવનું આયોજન મોરબીના રફાળેશ્વર ગામે આવેલ આદર્શ નિવાસી શાળામાં પાણીની વ્યવસ્થા કરવા ભાજપના આગેવાને મુખ્યમંત્રીને કરી રજૂઆત મોરબી મહાપાલિકામાં સમાવેશ કરાયેલ ગામડા અને સોસાયટીમાં વધારે ટેકસ લેવામાં આવતો હોવાની ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીના ફડસર ગામે બોલાવીને રાજકોટના યુવાન પાસે વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરીને આપી જાનથી મારી નાખવાની ધમકી


SHARE







મોરબીના ફડસર ગામે બોલાવીને રાજકોટના યુવાન પાસે વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરીને આપી જાનથી મારી નાખવાની ધમકી

રાજકોટમાં રહેતા યુવાને મોરબીના ફડસર ગામે રહેતા શખ્સ પાસેથી વ્યાજે રૂપિયા લીધેલા હતા અને તેનું ચાર મહિનાનું વ્યાજ આપ્યું ન હતું જેથી તે યુવાનને વ્યાજે રૂપિયા આપનારા શખ્સે ફોન કરીને મોરબીના ફડસર ગામે બોલાવેલ હતો જેથી યુવાન ત્યાં આવ્યો હતો ત્યારે તેની પૈસાથી રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી હતી અને મારા પૈસા અત્યારે જ આપી દે તેમ કહીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

રાજકોટના મોરબી રોડ ઉપર આવેલ જકાતનાકા પાસે રઘુવીર પાન વાળી શેરીમાં શિવ વિહાર ખાતે રહેતા ભગવાનભાઈ નાગાજણભાઈ બાળા (45)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દેવજીભાઈ કાળુભાઈ બાળા રહે. ડસર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યૂ છે કે, તેઓએ આરોપી પાસેથી 4,00,000 રૂપિયા 5 ટકાના વ્યાજ લેખે લીધેલ હતા અને છેલ્લા ચાર મહિનાથી માસિક 20,000 લેખે કુલ 80,000 રૂપિયા વ્યાજના આપેલ ન હતા જેથી આરોપીએ ફરિયાદીને ફોન કરીને બોલાવ્યો હોય તેઓ ફડસર ગામે આવેલ હતા ત્યારે ત્યાં તેની પાસેથી આરોપીએ પૈસાની પઠાણી ઉઘરાણી કરી હતી અને મારા પૈસા અત્યારે જ આપી દે તેમ કહીને ગાળો આપીને યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

 

ઇજાગ્રસ્ત યુવાનો રાજકોટ ખસેડાયા

મોરબી તાલુકાના બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાન મંદિર રોડ ખાતે સદાશિવ કારખાના પાસે રહી મજૂરી કામ કરતા પ્રેમભાઈ શત્રુભાઇ બાબરીયા (૧૬) અને મંજેશભાઇ શત્રુરભાઈ બાબરીયા (૧૯) નામના બે ભાઈઓ તા.૨૬-૫ ના રાત્રીના આઠેક વાગ્યે મોટર સાયકલ લઈને જતા હતા ત્યારે બેલા ગામ પાસેના એલજીએફ સિરામિક ખાતે જેક મશીનની સાથે તેઓનું બાઈક અથડાતા બંનેને માથા અને શરીરે ગંભીર ઇજા સાથે અત્રે આયુષ હોસ્પિટલે અને બાદમાં વધુ સારવાર માટે બેભાન હાલતમાં રાજકોટ લઈ જવામાં આવ્યા હતા. બનાવને પગલે જાણ કરાતા તાલુકા પોલીસ મથકના લાલભા ચૌહાણ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

દવા પી જતા સારવારમાં

મોરબીના માળિયા હાઇવે ભરતનગર ગામ પાસેના મારૂતિ મિનરલ નામના કારખાના પાસે રહીને મજૂરી કામ કરતા બબલુભાઈ નંદુભાઈ ડાભી નામનો ૩૩ વર્ષનો યુવાન કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી ગયો હોય તેને અહીંની મંગલમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.




Latest News