મોરબીમાં બોગસ ડૉક્યુમેન્ટ આધારે સીમકાર્ડ વેચવાના ગુનામાં પકડાયેલ ૫ આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી મહાપાલિકામાંથી વિવિધ દાખલા કઢાવવા માટે ઝોન વાઈઝ કામગીરી શરૂ કરવા કોંગ્રેસની માંગ રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીના અધ્યક્ષ સ્થાને મોરબીમાં સિરામિક સહિતના એસો.ના આગેવાનોની બેઠક મળી મોરબીના નમો વનની વન-પર્યાવરણ મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીએ મુલાકાત લીધી કાર્બન ઉત્સર્જન સામે મોરબીમાં ઉદ્યોગો મોટા પાયે વૃક્ષારોપણ કરે, પ્રશ્નોનો માત્ર નિકાલ નહીં પણ ઉકેલ લાવવા રાજ્ય મંત્રી પ્રવિણભાઈ માળીની અધિકારીઓને ટકોર મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાંથી દારૂની 16 બોટલ સાથે એક પકડાયો: માળીયા-મિયાણીમાં દારૂની રેડમાં 600 લિટર આથો ઝડપાયો


SHARE











મોરબીમાંથી દારૂની 16 બોટલ સાથે એક પકડાયો: માળીયા-મિયાણીમાં દારૂની રેડમાં 600 લિટર આથો ઝડપાયો

મોરબીના વાઘપરા શેરી નં. 10 માંથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની નાની 16 બોટલ મળી આવી હતી અને જેની પાસેથી દારૂની બોટલો લીધી હતી તેનું પણ નામ સામે આવ્યું છે. જ્યારે માળિયા મીયાણામાં તેમજ હળવદના મિયાણી ગામે જુદી-જુદી દારૂની બે રેડ કરવામાં આવી હતી જેમાં કુલ મળીને 600 લિટર આથો પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

મોરબીના વાપરા શેરી નં. 10 માંથી પસાર થઈ રહેલ શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની જુદી જુદી બ્રાન્ડની નાની ફુલ મળીને 16 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 1740 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી ભરતભાઈ સુરેશભાઈ સોનાગ્રા (40) રહે. વાઘપરા શેરી નં. 10 મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન જેની પાસેથી દારૂની બોટલો લીધી હતી તે શખ્સનો મોબાઈલ નંબર મળી આવેલ છે જેથી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ગુનો નોધીને પોલીસે બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

માળીયા મિયાણામાં સરકારી હોસ્પિટલની પાછળના ભાગમાં  રહેતા સિરાજભાઈ જેડાના મકાનની બાજુમાં આવેલ વાડામાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 400 લીટર આથો મળી આવ્યો હતો જેથી પોલીસે 10 હજાર રૂપિયાની કિંમતનો આથો કબજે કર્યો હતો અને આરોપી સિરાજભાઈ ઈકબાલભાઈ જેડા (28) રહે. સરકારી હોસ્પિટલ પાછળ માળિયા મીયાણા વાળાની ધરપકડ કરીને તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

હળવદના મિયાણી ગામ પાછળ નદીના કાંઠે લખીરામ બાપુની વાડી સામે બાવળની કાંમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 200 લીટર આથો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 5000 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સુનીલ બાજુભાઈ કુરિયા રહે. મિયાણી વાળા સામે ગુનો નોંધીને પોલીસ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News