મોરબીમાં ભાજપના આગેવાન સામે નોંધાયેલ દુષ્કર્મના ગુનામાં સાયન્ટિફિક-સયોગિક પુરાવાઓ એકત્રિત કરવા તજવીજ ચાલુ: જે.એમ.આલ મોરબીમાં મહિલા પાસેથી ઉઘરાણા કરનારા રોજમદાર કર્મચારી સામે જો પુરાવા મળે તો એસીબીની ફરિયાદ થશે: કમિશનર  સંગિતા રૈયાણી મોરબીના ખારચીયા ગામ નજીક બાઇક સ્લીપ થતાં રાજકોટ ખસેડાયેલા યુવાનનું સારવારમાં મોત મોરબીમાં દારૂની ત્રણ રેડમાં 15 બોટલ દારૂ પકડાયો, જેતપર ગામે મારા મારીમાં ત્રણને ઈજા: બે વર્ષની બાળકી દાઝી ગઈ મોરબીમાં બોક્સના બાકી બિલનું પેમેન્ટ નહીં કરતાં કારખાનેદારોને સપ્લાઈ બંધ કરવા પેકજિંગ એસો.નો નિર્ણય મોરબીમાં ત્રિકોણ બાગ પાસે સતત 21 માં વર્ષે ઘર ગણેશઉત્સવનું આયોજન મોરબીના રફાળેશ્વર ગામે આવેલ આદર્શ નિવાસી શાળામાં પાણીની વ્યવસ્થા કરવા ભાજપના આગેવાને મુખ્યમંત્રીને કરી રજૂઆત મોરબી મહાપાલિકામાં સમાવેશ કરાયેલ ગામડા અને સોસાયટીમાં વધારે ટેકસ લેવામાં આવતો હોવાની ફરિયાદ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ખાખરેચી ગામે કોંગ્રેસનું કાર્યકર્તા સંમેલન યોજાયું


SHARE







માળીયા (મી)ના ખાખરેચી ગામે કોંગ્રેસનું કાર્યકર્તા સંમેલન યોજાયું

મોરબી જીલ્લામાં કોંગ્રેસ સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે ગઇકાલે ખાખરેચી ગામે કોંગ્રેસના કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં મોરબી જિલ્લા કોંગ્રેસનાં આગેવાનો, જિલ્લા પંચાયતના પ્રમુખ તેમજ માળીયા તાલુકા કોંગ્રેસનાં કાર્યકર્તા મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

માળિયા (મી) તાલુકાના ખાખરેચી ગામે સુરાપુરાની વાડી ખાતે કોંગ્રેસનાં કાર્યકર્તા  સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ગીતાબેન દુબરિયા, જિલ્લા પંચાયતના સદસ્ય સતિષભાઈ મેરજા તેમજ મનોજભાઈ પનારા, મુકેશભાઈ ગામી, મહેશભાઈ રાજકોટિયા, કે.ડી.પરસુંબીયા, ભાવિનભાઈ ફેફર, અમરીશભાઈ ગાંભવા, મહેન્દ્રભાઈ ચીખલીયા, ભુપતભાઈ ગોધાણી, ધર્મેન્દ્રભાઈ વિડજા, ટીનાભાઇ, ભાવેશભાઈ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા આ તકે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી ફરી ખેડૂતો અને સામાન્ય લોકોના પ્રશ્નો ઉકેલવા માટે કોંગ્રેસ દ્વારા રજૂઆતો કરવામાં આવશે અને અને તેના માટે કાર્યકર્તાઓને પક્ષના આગેવાનો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તકે માળિયા તાલુકા કોંગ્રેસના આગેવાનો અને કર્મઠ કાર્યકર્તાઓ સહિત કોંગ્રેસની વિચાર ધારા સાથે જોડાયેલ લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે માળિયા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સંદીપભાઈ કાલરીયા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.




Latest News