મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કલેક્ટરની ખનિજ માફિયાઓ સામે લાલ આંખ: ધરમપુર નજીક ચેકિંગ કરીને ફેલ્સ્પાર ખનિજનો જથ્થો, પ્લાન્ટ અને ટ્રક જપ્ત


SHARE





મોરબી જિલ્લા કલેક્ટરની ખનિજ માફિયાઓ સામે લાલ આંખ: ધરમપુર નજીક ચેકિંગ કરીને ફેલ્સ્પાર ખનિજનો જથ્થો, પ્લાન્ટ અને ટ્રક જપ્ત

મોરબી જિલ્લામાં ગેરકાયદેસર ખનન, પરિવહન અને બિનઅધિકૃત ખનિજ સંગ્રહ પ્રવૃત્તિઓ સામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા ખાણ ખનિજ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી જિલ્લાની ખનિજ સંપત્તિના આયોજન અંગે સમીક્ષા કરવામાં આવી હતી, તેમજ જિલ્લાના જુદા-જુદા વિસ્તારોમાં પ્રત્યક્ષ મુલાકાત અને આકસ્મિક ચેકિંગ (સરપ્રાઇઝ ડ્રાઇવ) હાથ ધરી વ્યાપક કાર્યવાહી કરવામાં આવી હતી.


જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેએ મોરબી તાલુકાના ધરમપુર વિસ્તારમાં ઓચિંતું ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન એ.જે. માઇક્રોન પ્રાઇવેટ લિમિટેડ’ (A.J Micron Pvt. Ltd.) નામની પેઢી દ્વારા ખનિજ સંગ્રહ કે પ્રોસેસિંગનું કોઈપણ પ્રકારનું સત્તાવાર રજિસ્ટ્રેશન કરાવ્યા વિના બિનઅધિકૃત રીતે મોટા પાયે ફેલ્સ્પાર ખનિજનો જથ્થો સંગ્રહિત કરવામાં આવ્યો હોવાનું ધ્યાને આવ્યું હતું. કલેક્ટરશ્રીની સૂચનાથી ભૂસ્તરશાસ્ત્રીની ટીમે સ્થળ પરથી ગેરકાયદેસર ફેલ્સ્પાર ખનિજનો જથ્થો, એક ટ્રક (નંબર: GJ 36 V 8105) તથા આખો પ્રોસેસિંગ પ્લાન્ટ જપ્ત (સીઝ) કર્યો છે. હાલ ખનિજ જથ્થાની ચોક્કસ માપણી કરવાની કામગીરી ગતિમાં છે અને કસૂરદારો વિરુદ્ધ ધી ગુજરાત મિનરલ પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ-૨૦૧૭હેઠળ કડક દંડનીય વહીવટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત, મોરબી-વાંકાનેર હાઇવે પરથી બિનઅધિકૃત રીતે કોલસા (COAL) નું પરિવહન કરતા શંકાસ્પદ ટ્રકોની ચકાસણી કરી કલેક્ટરશ્રીએ આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે આ કેસ ભૂસ્તરશાસ્ત્રીની ટીમને સોંપ્યો છે.

જિલ્લામાં આગામી સમયમાં તારીખ ૩૦/૦૯/૨૦૨૬ ના રોજ પૂર્ણ થનારી સાદી રેતી ખનિજની ક્વોરી લીઝો બાબતે કલેક્ટરશ્રીએ ખાણ ખનિજ વિભાગના અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી હતી. કલેક્ટરશ્રીએ ભૂસ્તરશાસ્ત્રીની ટીમને સાથે રાખી મચ્છુ નદીના પટમાં આવેલા વનાળિયા અને રવાપર નદી વિસ્તારમાં આગામી સમયમાં થનારી નવી લીઝોની હરાજીની પ્રક્રિયા સમયસર અને પારદર્શક રીતે પૂર્ણ કરવા માટે જરૂરી વહીવટી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા.

પોતાના આ પ્રવાસ દરમિયાન જિલ્લા કલેક્ટરશ્રીએ વાંકાનેર તાલુકાના વરડુસર અને મક્તાનપર વિસ્તારની મુલાકાત લીધી હતી. અહીં તેઓએ સેન્ડસ્ટોન ખનિજની ક્વોરી લીઝોનું નિરીક્ષણ કર્યું હતું, તેમજ સેન્ડસ્ટોન ખનિજમાંથી પ્રોસેસ કરીને અત્યાધુનિક ટેકનોલોજીથી મેન્યુફેક્ચર્ડ સેન્ડ’ (M-Sand/કૃત્રિમ રેતી) બનાવતા વિવિધ પ્લાન્ટ્સની કાર્યપ્રણાલી નિહાળી સંબંધિત પ્લાન્ટ સંચાલકો અને અધિકારીઓને ગુણવત્તાસભર ઉત્પાદન અંગે જરૂરી દિશાનિર્દેશો આપ્યા હતા. આ સાથે જ તેઓએ વસુંધરા વિસ્તારમાં આવેલી બ્લેક ટ્રેપ ખનિજની ક્વોરીઓની પણ પ્રત્યક્ષ મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી તેવું મોરબી જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી જગદીશ વાઢેરની યાદીમાં જણાવાયુ છે.




Latest News