સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન નજીક વાડીમાં ગાંજાનું વાવેતર !: 2.18 લાખની કિંમતનો 4 કિલો 376 ગ્રામ ગાંજો કબ્જે


SHARE





મોરબીમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન નજીક વાડીમાં ગાંજાનું વાવેતર !: 2.18 લાખની કિંમતનો 4 કિલો 376 ગ્રામ ગાંજો કબ્જે

મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન નજીકના વિસ્તારમાં આવેલ ભારતપરા મફતિયા પરામાં વાડામાં ગાંજાનું વાવેતર કર્યું હોવાની બાતમી એસઓજીની ટીમને મળી હતી જેના આધારે એસઓજીની ટીમે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 4 કિલો 376 ગ્રામ ગાંજા મળી આવેલ હતો જેથી કરીને પોલીસે 2.18 લાખનો મુદામાલા જથ્થો કબજે કરીને આરોપીની ધરપકડ કરેલ છે અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબી જિલ્લા એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીમાં વિદ્યુત સોસાયટી પાછળ આવેલ ભારતનગરના મફતીયાપરામાં રહેતા પ્રભુભાઈ રઘાભાઈ મકવાણાના કબજા વાળા વાડાની અંદર ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હોવાની બાતમી મળી હતી જેથી એસજીની ટીમ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી ગાંજાના નાના-મોટા 8 છોડ જેનું વજન 4 કિલો 086 ગ્રામ જેની કિંમત 2,04,300 અને ગાંજાનો ચોખ્ખો વજન 290 ગ્રામ જેની કિંમત 14,500 આમ કુલ મળીને 4 કિલો 376 ગ્રામ ગાંજાની કુલ કિંમત 2,18,800 રૂપિયા થાય છે તે મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અને આરોપી પ્રભુભાઈ રઘુભાઈ મકવાણા (67) રહે. વિદ્યુતનગર પાછળ ભારતનગર મફતીયાપરા મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News