ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં પતિ સાથે ઝગડો થતા એસીડ પી ગયેલા મહિલા સારવારમાં


SHARE











મોરબીમાં પતિ સાથે ઝગડો થતા એસીડ પી ગયેલા મહિલા સારવારમાં

મોરબી-વાંકાનેર હાઈવે ઉપરના મકનસર ગામે સિરામિક યુનીટ પાસે રહીને મજુરીકામ કરતા અલીસાબેન સમીરભાઈ પ્રધાન નામની 22 વર્ષીય મહિલા એસીડ પી જતા સારવાર માટે મોરબી લવાયા હતા. તેણીને તેના પતિ સાથે ઝગડો થયા બાદ મનોમન લાગી આવતા ઉપરોકત પગલુ ભરી લીધુ હતું. 

તાલુકા પોલીસને જાણ થતા પીએસઆઈ ડી.ડી. જોગેલાએ બનાવ અંગે તપાસ હાથ ધરી હતી.  જયારે વાંકાનેરના વરડુસર ગામે રહેતા પ્રેમીબેન જીવણભાઈ સેવરીયા (60) નામના વૃધ્ધાએ અગમ્ય કારણોસર તેમની વાડીએ દવા પી લેતા તેઓને અત્રેની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

ફિનાઈલ
 મોરબી વીસીપરા ચાર ગોડાઉન પાસે રહેતા કોમલબેન દિનેશભાઈ કુંઢીયા (23)એ કોઈ કારણસર ફીનાઈલ પી લેતા અત્રેની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જયારે ઘુંટુ રોડ સીરામીક યુનીટના લેબર કવાટરમાં રહી મજુરી કરતા પરીવારની શાંપ્રિ સંજયભાઈ પરમાર નામની બે વર્ષની બાળકી રમતા રમતા ભુલથી કેરોસીન પી જતા તેણીને સિવિલે સારવાર માટે લાવવામાં આવી હતી. તેમજ માળીયા હાઈવે ભરતનગર પાસેના સોમાણી સિરામીક પાસે રહેતા સુમિત્રાબેન ગોવિંદભાઈ વિશ્વકર્મા (25) નામની મહીલાને મારામારીમાં ઈજા થતા દવાખાને સારવાર માટે ખસેડાયા હતા.

યુવાન સારવારમાં
 મોરબીના બેલા ગામે ખોખરા હનુમાન રોડ ઉપરના વેલેન્ઝે સીરામીક નજીક રહી મજુરી કરતા પ્રકાશભાઈ ગગજીભાઈ દેવીપૂજક નામના યુવાનને ત્યાં મારામારીમાં કાન કપાઈ જતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. 

જયારે બંધુનગર ગામે મારામારીના બનાવમાં અશોક સીયારામ બીશ્નોઈ (25) નામના યુવાનને સિવિલે સારવાર માટે લવાયો હતો. તેમજ ત્રાજપર ખાતે રહેતો કલ્પેશ પ્રવીણભાઈ વરાણીયા (25) નામનો યુવાન ઘરે ફીનાઈલ પી જતા સારવારમાં ખસેડાયો હતો.

 જયારે મોરબી મહેન્દ્રનગર ગામે આઈટીઆઈ સામે ઝુંપડામાં રહેતો મોહનકુમાર નામનો ચાલીસ વર્ષનો યુવાન કામ દરમ્યાન ઉંચાઈએથી પડી જતા અત્રેની સિવિલેથી વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હતો.






Latest News