મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના માનસર અને દેરાળા વચ્ચે દવા પીવડાવી દેવાતા યુવાન સારવારમાં ખસેડાયો


SHARE







મોરબીના માનસર અને દેરાળા વચ્ચે દવા પીવડાવી દેવાતા યુવાન સારવારમાં ખસેડાયો

મોરબી જિલ્લાના માળીયા મિંયાણા તાલુકાના દેરાળા ગામના રહેવાસી કોળી યુવાનને માનસર અને દેરાળા વચ્ચે ગોળાઇ નજીક રસ્તામાં મોડી રાત્રીના અગિયાર વાગ્યાના અરસામાં કોઇના દ્રારા ઝેરી દવા પીવડાવી દેવામાં આવી હોય તેને સારવાર મોરબી ખસેડાયો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયો હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન અને માળીયા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ માળીયા મિંયાણા તાલુકાના દેરાળા ગામે આવેલ ઢવાણીયાદાદા નગરમાં રહેતો સુરેશ પ્રભુભાઈ ધોળકિયા નામનો ૨૭ વર્ષીય કોળી યુવાન ગત રાત્રીના સાડા અગિયારેક વાગ્યાના અરસામાં માનસર અને દેરાળા ગામની ગોળાઈ પાસેથી જતો હતો ત્યાં કોઈ અજાણ્યા ઈસમ દ્વારા તેને ઝેરી દવા પીવડાવી દેવામાં આવતા સુરેશ કોળીને પ્રથમ અહીં મોરબીની શુભ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને ત્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ રીફર કરાયો હોવાનું જાણવા મળેલ છે.બનાવની જાણ થતાં એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડાએ પ્રાથમિક તપાસ કરી હતી. જોકે બનાવ માળીયા પોલીસ મથકની હદમાં બન્યો હોય હાલ માળીયા પોલીસ મથકે જાણ કરવામાં આવતાં માળીયા મીંયાણા પોલીસ મથકના વસંતભાઇ વઘેરાએ બનાવ સંદર્ભે આગળની તપાસ હાથ ધરી છે.જોકે કયા કારણોસર ઉપરોકત બનાવ બન્યો તે હાલ તપાસનો વિષય છે.

પરપ્રાંતીય યુવાનનું મોત

મોરબીના માળીયા હાઈવે ઉપર હરીપર ગામ પાસે આવેલ દેવ સોલ્ટ નામના યુનિટમાં મજૂરીકામ કરતાં રાજકુમાર બિહારીલાલ કૌલ નામના ૨૮ વર્ષીય મૂળ ચચાઇ સેહડોલ મધ્યપ્રદેશના વતની એવા મજુર યુવાનને ગઈકાલે બપોરના બે વાગ્યાના અરસામાં હાર્ટ એટેકનો હુમલો આવવાથી બેભાન હાલતમાં માળીયા પીએચસી ખાતે લઇ જવાયો હતો જ્યાં ફરજ ઉપરના તબીબે જોઈ તપાસીને રાજકુમાર કૌલને મૃત જાહેર કરી પોલીસને બનાવ અંગે જાણ કરી હતી જેથી હાલ માળીયા પોલીસ મથકના હનુભા ગઢવીએ હાલમાં બનાવ અંગે આગળની તપાસ શરૂ કરી છે.






Latest News