ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠેથી બીમારી સબબ લાવવામાં આવેલા વૃદ્ધનું મોત


SHARE











મોરબીના સામાકાંઠેથી બીમારી સબબ લાવવામાં આવેલા વૃદ્ધનું મોત

મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર રોડ ઉપર આવેલા રામકૃષ્ણનગર પાસેની કુળદેવી પાન નામની દુકાન નજીકથી ગત તા.૨૩-૫ ના બીમારી સબબ મનસુખભાઈ નામના ૭૫ વર્ષના વૃદ્ધને ૧૦૮ વડે અહીંની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જો કે અત્રેની સિવિલે આજે તા.૨૬-૫ ના સવારે આઠેક વાગ્યાના અરસામાં સારવાર દરમિયાન મનસુખભાઈ નામના વૃદ્ધનું મોત નીપજ્યું હતું. મૃતક વૃદ્ધ ક્યાંના છે ? અને વાલીવારસ કોણ છે ? તે સહિતની બાબતો માટે હાલ બી ડિવિઝન પોલીસ મથકના મોમજીભાઈ ચૌહાણ દ્વારા આગળ તપાસ શરૂ કરવામાં આવી છે.

કાંતિનગરમાં મારામારી

મોરબીના સામાકાંઠે માળિયા ફાટક પાસેના કાંતિનગર વિસ્તારમાં રહેતા સલમાબેન બિલાલભાઈ મુલ્લા નામના ૪૦ વર્ષના મહિલાને તથા સામે પક્ષેથી આયસાબેન ગનીભાઈ નોલેખ (૨૮) નામના બે મહિલાઓને મારામારીમાં ઈજા થઈ હોય સારવારમાં લવાયા હતા.સલમાબેનને આઠ માસની પ્રેગ્નન્સી હોય તેમને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે આયસાબેનને કપાળના ભાગે ઇંટ લાગેલી હોય તેમને પણ સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા. તેમજ મોરબીના સામાકાંઠે ત્રાજપર પાસે રહેતા મુકેશભાઈ મોહનભાઈ સીતાપરા નામના ૩૪ વર્ષના યુવાનને ટીંબડીના પાટિયા પાસે નયારાના પંપ નજીક પગપાળા જતા વખતે ટ્રક ચાલાકે હડફેટે લેતા ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવ્યો હતો.

મારામારીમાં ઇજા

મોરબી લીલાપર ચોકડી પાસે રહેતા અંકિત રામનાથભાઈ કટારા નામના ૨૪ વર્ષના યુવાનને ઘર નજીક મારામારીના બનાવમાં ઈજા થતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના હળવદ રોડ ઘુંટુ ગામે આઈ.ટી.આઈ. પાસે થયેલ મારામારીના બનાવમાં ત્યાં રહેતા દેવકુમાર ચેતનભાઇ સોરીયા નામના ૨૪ વર્ષના યુવાનને સિવિલે સારવાર માટે ખસેડાયો હતો.તેમજ મોરબીના જીવાપર ગામે રહેતા મંગળાબેન હિતેશભાઈ નકુમ નામના ૪૦ વર્ષીય મહિલાને બગથળા ગામેથી જીવાપર જતા વખતે રિક્ષામાં થયેલ મારામારીના બનાવમાં ઈજા થતા સિવિલે સારવાર માટે લવાયા હતા.જ્યારે ટંકારા તાલુકાના સજનપર ગામે વાડી વિસ્તારમાં થયેલ મારામારીમાં ઈજા પામેલ વાલજીભાઈ દેવાભાઈ ધોળકિયા નામના ૭૦ વર્ષના વૃદ્ધને પણ સારવાર માટે મોરબી સિવિલે ખસેડાયા હતા.જ્યારે વાંકાનેરના દલડી ગામે પેટ્રોલ પંપ નજીક થયેલ મારામારીના બનાવમાં ઈજા પામેલ ગોરધનભાઈ માવજીભાઈ સાપરા (ઉમર ૫૨) રહે. કાસીયાગાળા તા.વાંકાનેરને ઇજાઓ થતા વાંકાનેર બાદ વધુ સારવાર માટે અહીંની સિવિલે લવાયા હતા.તેમજ વાંકાનેર તાલુકાના નવા ઢુવા ગામે રહેતા અજયભાઈ કાળુભાઈ મેરીયા નામના ૨૦ વર્ષના યુવાનને પણ મારામારીમાં ઈજા થયેલ હોય સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.






Latest News