મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

મોરબીમાં વિદેશી દારૂની 5 રેડ: 1769 બોટલ દારૂ-10 બિયરના ટીન મળી આવ્યા, આરોપીની શોધખોળ


SHARE





મોરબીમાં વિદેશી દારૂની 5 રેડ: 1769 બોટલ દારૂ-10 બિયરના ટીન મળી આવ્યા, આરોપીની શોધખોળ

મોરબી શહેરમાં જુદીજુદી 5 જગ્યાએ વિદેશી દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે દારૂની નાની મોટી કુલ મળીને 1769 બોટલ અને 10 બિયરના કબ્જે કરવામાં આવેલ છે અને સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે જુદાજુદા ગુના નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના સનાળા ગામે નવા પ્લોટ વિસ્તારમાં નાગબાઈ માતાજીના મંદિર પાસે રહેતા અશ્વિનભાઈ રવજીભાઈ વાઘેલાના રહેણાક મકાનમાં દારૂનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની અલગ અલગ બ્રાન્ડની 296 બોટલો તથા અલગ અલગ બ્રાન્ડના પ્લાસ્ટિકના 1163 ચપલા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 5,87,286 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો જોકે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી ઘરે હાજર ન હોય હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અશ્વિનભાઈ રવજીભાઈ વાઘેલા રહે. નવા પ્લોટ વિસ્તાર નાગબાઈ માતાજીના મંદિર પાસે શનાળા મોરબી વાળા સામે ગુનો નોંધી પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના સનાળા બાયપાસ રોડ ઉપર આવેલ નીલકંઠ સ્ક્વેરની પાછળના ભાગમાં રહેતા મયુરભાઈ વાઘેલાના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની અલગ અલગ બ્રાન્ડની મોટી 30 બોટલ, 4 બિયરના ટીન તેમજ 250 પ્લાસ્ટિક ચપલા મળી આવ્યા હતા જેથી પોલીસે 38,204 રૂપિયાની કિંમતમાં દારૂ અને બીયરનો જથ્થો કબજે કર્યો હતો અને પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી ઘરે હાજર ન હોય હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મયુરભાઈ કાંતિભાઈ વાઘેલા રહે. સનાળા બાયપાસ મોરબી વાળાની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ હરિઓમ સોસાયટી માહી એપાર્ટમેન્ટ ત્રીજા માળે રહેતા મહિપતભાઈ વાઘેલાના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત આધારે બી ડિવિઝન પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી કુલ 24 બોટલો મળી આવતા પોલીસે 10,557 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી ઘરે હાજર ન હોય બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મહિપતભાઈ ઉર્ફે ભૂરો રવજીભાઈ વાઘેલા રહે. ભડીયાદ રોડ હરિઓમ સોસાયટી માહી એપાર્ટમેન્ટ ત્રીજા માળે મોરબી વાળાની સામે ગુનો નોંધીને પોલીસ આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

મોરબીમાં ગોપાલ સોસાયટી પાસે પરી પાન નજીકથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી બિયરના 6 ટીન મળી આવતા પોલીસે 606 રૂપિયાની કિંમતનો બિયરનોજથ્થો કબજે કર્યો હતો અને આરોપી હિતેશ મગનભાઈ કકાસણીયા (38) રહે. કંડલા બાયપાસ કામધેનુ પાર્ટી પ્લોટ સામે અમરદીપ સોસાયટી મારુતિ નંદન એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 202 વાળની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

મોરબીના સનાળા ગામે મંદિર વાળી શેરીમાંથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની નાની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે 120 રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી શૈલેષભાઈ પુનાભાઈ વાળા (44) રહે. સનાળા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

વાંકાનેર તાલુકાના પાડરા ગામના પુલ નીચે પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની નાની એક બોટલ સાથે એક શખ્સ મળી આવ્યો હતો જેથી પોલીસે 125 રૂપિયાની કિંમતના દારૂના જથ્થા સાથે રવિન્દ્રભાઈ વિનોદભાઈ કુણપરા (28) રહે. પાડધરા વાળાની ધરપકડ કરી છે અને તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News