મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

હળવદના ટીકર રણમાં થારના સ્ટંટ કરનાર શખ્સને કાયદાનો પાઠ ભણાવ્યો


SHARE





હળવદના ટીકર રણમાં થારના સ્ટંટ કરનાર શખ્સને કાયદાનો પાઠ ભણાવ્યો

હળવદના ટીકર ગામ પાસે આવેલ રણ વિસ્તારમાં થાર ગાડી ઉપર બેસીને છૂટા હાથે સ્ટંટ કરી કારને ચલાવી હતી જે વિડીયો વાયરલ થયો હતો જેથી વિડિયોમાં દેખાતા યુવાને તેની તેમજ અન્ય લોકોની જિંદગી જોખમમાં મૂકી હતી જેથી હાલમાં આ વીડિયોના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડીને રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી.

સોશિયલ મીડિયામાં રીલ્સ અને વિડીયો મૂકીને વ્યુ તેમજ લાઈક વધારવા માટે તેને ઘણી વખત ગુનાહિત કૃત્યો કરવામાં આવતા હોય છે આવી જ ઘટના હળવદ તાલુકા વિસ્તારમાંથી સામે આવેલ છે હળવદના ટીકર ગામ પાસે આવેલ રણ વિસ્તારમાં થાર ગાડી નંબર જીજે 36 એસી 0130 ના ચાલકે રણ વિસ્તારમાં પૂર ઝડપે અને બેદરકારીથી પોતાની ગાડી છૂટા હાથે ચલાવી હતી અને ગાડી ઉપર બેસીને સ્ટંટ કર્યા હતા જેનો વિડીયો સામે આવેલ હતી જેથી કરીને પોતાનો તથા અન્ય લોકોનો જીવ જોખમમાં મુકાય તેવું કૃત્ય કરનારા શખ્સની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો અને આરોપી આશિષ ચંદુભાઈ રંભાણી (20) રહે. મિયાણી તાલુકો હળવદ વાળાની સામે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.




Latest News