વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબીના પીપળી રોડ ઉપર અકસ્માત સર્જીને વૃધ્ધનું મોત નીપજવનાર ટ્રક ચાલકની ધરપકડ


SHARE











મોરબીના પીપળી રોડ ઉપર અકસ્માત સર્જીને વૃધ્ધનું મોત નીપજવનાર ટ્રક ચાલકની ધરપકડ

મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા યુવાનને ટીફિન આપવા માટે તેના પિતા તેઓની પૌત્રીને બાઈકમાં સાથે લઈને જતાં હતા ત્યારે પીપળી ગામથી આગળ આવેલ સેવલકો સીરામીક પાસે બાઇકને ટ્રક ચાલકે પાછળથી ઠોકર મારી હતી જેથી કરીને સર્જાયેલા અકસ્માતમાં વૃધ્ધનું મોત નીપજયું હતું જેની યુવાને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હાલમાં વાહન ચાલકની ધરપકડ કરેલ છે.


મુળ માનસર ગામના રહેવાસી અને હાલમાં મહેન્દ્રનગર પીપળવાળી શેરીમાં રહેતા ઉમેશભાઇ રવજીભાઇ દેથરીયા જાતે પટેલ (ઉ.૩૦)એ ટ્રક નંબર આરજે ૧૪ જીએલ ૯૬૦૯ ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કેતેની મોરબીના પીપળી રોડ ઉપર ઇલેકટ્રીકની દુકાન આવેલ છે ત્યાં ટિફિન આપવા માટે તેના પિતા રવજીભાઇ બેચરભાઇ દેથરીયા જાતે પટેલ (ઉ.૫૯) તેની દીકરી મહે (૫) ને બાઈકમાં સાથે બેસાડીને આવી રહ્યા હતા ત્યારે ટ્રક કન્ટેનરના ચાલકે પોતાના હવાલાવાળો ટ્રક નંબર આરજે ૧૪ જીએલ ૯૬૦૯ જેતપર હાઇવે રોડ ઉપર તેઓના પિતા જે બાઇક લઈને આવતા હતા તે બાઇક નંબર જીજે ૩૬ પી ૧૪૭૯ ને પાછળથી ટક્કર મારી હતી જેથી તેના પિતા તથા તેની દિકરી બાઈકમાથી નીચે પડી ગયા હતા ત્યારે રવજીભાઇ બેચરભાઇ દેથરીયાને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું અને આરોપી પોતાનો ટ્રક કન્ટેનર સ્થળ ઉપર મુકી નાશી ગયો હતો હાલમાં મોરબી તાલુકા પોલીસે યુવાનની ફરિયાદના આધારે અકસ્માતના આ બનાવમાં આરોપી બીપીનકુમાર સુધાગરમલ પંડિત (૩૨) રહે. કુલવાલ જમ્મુ(કશ્મીર) વાળાની તાલુકા પીએસઆઇ ડાંગરે ધરપકડ કરેલ છે.

આધેડ સારવારમાં

મોરબીના નાગડાવાસ ગામે રહેતા ધીરૂભાઈ ગોવિંદભાઈ કુવાડીયા નામના ૫૨ વર્ષીય આધેડે કોઈ અકળ કારણોસર ઝેરી દવા પી લેતા તેઓને ગઇકાલના અત્રેની મંગલમ હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે હળવદના રહેવાસી રમેશભાઈ દલવાડીની વાડીએ રહીને મજૂરીકામ કરતા પરિવારની અનિતાબેન ધનાભાઈ ડામોર જાતે આદિવાસી નામની ૨૨ વર્ષીય યુવતીએ કોઈ અકળ કારણોસર જંતુનાશક ઝેરી દવા પી લેતા તેણીને સારવાર માટે અહિંની સિવીલ હોસ્પિટલે લાવવામાં આવી હતી બનાવની જાણ થતાં એ-ડિવીઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડાએ પ્રાથમિક તપાસ કરીને બનાવની હળવદ પોલીસને જાણ કરી હતી.






Latest News