અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ
Breaking news
Morbi Today

માળિયા (મી) નજીક કારનું ટાયર ફાટતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાન અને તેના માતા-પિતાને ઇજા


SHARE





માળિયા (મી) નજીક કારનું ટાયર ફાટતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાન અને તેના માતા-પિતાને ઇજા

મોરબી માળિયા હાઇવે રોડ ઉપરથી પસાર થતી કારનું કોઈ કારણસર ટાયર ફાટ્યું હતું જેથી  અકસ્માતનો બનાવ બન્યો હતો આ બનાવમાં યુવાન અને તેના માતા પિતાને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેનો સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે રાબેતા મુજબની કાર્યાવહી કરેલ છે.

મોરબી માળિયા હાઇવે રોડ ઉપરથી કાર પસાર થઈ હતી ત્યારે કોઈ કારણોસર ઓનેસ્ટ હોટલ નજીક કારનું ટાયર ફાટ્યું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં રામલાલ મેઘવાલ (70), ગણેશીબેન મેઘવાલ (68) અને ખેમરાજભાઈ રામલાલભાઈ મેઘવાલ (35) નામના ત્રણ વ્યક્તિઓને ઈજા થઈ હતી જેથી ઇજાગ્રસ્ત ત્રણેય વ્યક્તિને સારવાર માટે મોરબીની હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

યુવાન સારવારમાં

મોરબીના વેજીટેબલ રોડ ઉપર રહેતા અનવર નુરાઅલીભાઈ કાજેડીયા (22) નામના યુવાનને ગેંડા સર્કલ નજીક કોઈ અજાણ્ય વ્યક્તિએ ડાબા કાન ઉપર ફડાકો મારતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

મહિલા સારવારમાં

મોરબી તાલુકાના ફાટસર ગામે રહેતા દયાબેન રમણીકભાઈ પરમાર (40) નામના મહિલાને ગામમાં થયેલ મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી ઇજા પામેલ હાલતમાં તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મહિલા સારવારમાં

મોરબી તાલુકાના ઝીકિયારી ગામે રહેતા ભારતીબેન રમેશભાઈ સોલંકી (22) નામની મહિલા કોઈ કારણોસર માનસિક રોગની વધુ પડતી દવા પી ગઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News