ટંકારાના સરાયા ગામે ઘરમાંથી સોનાની માળા-રોકડ મળીને 1.72 લાખના મુદામાલની ચોરીન ગુનામાં એક આરોપી પકડાયો, 2 ની શોધખોળ મોરબી તાલુકા પોલીસ  સ્ટેશન અને બી ડીવીજન પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં ફરાર આરોપીઓ પકડાયા મોરબી (ગ્રામ્ય) તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૫ ઓગસ્ટએ યોજાશે મોરબી કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૨૧ ઓગસ્ના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાશે,  જિલ્લામાં ૬૦૦થી વધુ આર્ટીઝન કાર્ડ ઈશ્યુ કરાયા: હસ્તકળાના કારીગરોના સર્વાંગી ઉત્કર્ષ માટે આશીર્વાદરૂપ દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના સંસ્કૃતિ, સાધુ-સંતોનું અપમાન કરનારા સાંસદો સામે FIR કરવાની માંગ: મોરબીના સનાતન સંત સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ કેમ્પનો ૨૬૦ દર્દીઓએ લાભ લીધો મોરબીના પેકેજિંગ ઉદ્યોગકારોએ બોક્સના ભાવમાં કર્યો 12 ટકાનો વધારો: સર્વાનુમતે લેવાયો નિર્ણય મોરબીના બાદનપર ગામે વોંકળાના પાણીમાં તણાઈ જતા વૃધ્ધાનું મોત
Breaking news
Morbi Today

મોરબીની સબ જેલમાંથી જડતી સ્કવોર્ડની ટીમે વધુ એક મોબાઈલ શોધી કાઢ્યો: અગાઉ મળેલા 3 મોબાઈલની તપાસ ઠેરની ઠેર!


SHARE







મોરબીની સબ જેલમાંથી જડતી સ્કવોર્ડની ટીમે વધુ એક મોબાઈલ શોધી કાઢ્યો: અગાઉ મળેલા 3 મોબાઈલની તપાસ ઠેરની ઠેર!

મોરબીની સબ જેલમાં જાણે કે મોબાઈલ શોપ હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે અગાઉ જડતી સ્કવોર્ડની ટીમ આવી હતી ત્યારે બે મોબાઈલ પણ મળી આવ્યા હતા ત્યારબાદ તે જેલમાં ફેંકવામાં આવેલ પોટલામાંથી એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. આ મોબાઈલ ફોન કોના હતા તેની કોઈ વિગત સામે આવેલ નથી તેવામાં વધુ એક વખત જડતી સ્કવોર્ડની ટીમ દ્વારા મોરબીની સબ જેલની જડતી લેવામાં આવી હતી ત્યારે જેલના અંદરથી બે સીમકાર્ડની સ્પેસ ધરાવતો સીમકાર્ડ વગરનો બેટરી સાથેનો એક મોબાઈલ ફોન મળી આવેલ છે. જેથી આ બાબતે અજાણ્યા શખ્સની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

અમદાવાદ ખાતેથી જડતી સ્ક્વોર્ડની ટીમ મોરબીની સબ જેલ ખાતે ગઇકાલે સવારે આવી હતી અને સવારે 10:40 થી લઈને 12:30 સુધી જેલની જડતી લેવામાં આવી હતી અને ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે જેલના સર્કલ નં-1 ની બેરેક નં-1 ની પાછળના ભાગમાં આવેલ પ્રથમ સંડાસની કુંડીની અંદરથી કેચાડા કંપનીનો સિલ્વર-બ્લેક કલરનો એક મોબાઇલ ફોન મળી આવ્યો હતો અને બે સીમકાર્ડ લાગે તેવો બેટરી સાથેનો મોબાઇલ ફોન જેલની અંદરથી મળી આવ્યો છે અને આ મોબાઈલ ફોનમાં પાછળના ભાગે ઢાંકણું નથી જો કે, જેલમાંથી મળી આવેલ મોબાઈલ ફોન કોનો છે તે અંગે પૂછપરછ કરવામાં આવી હતી તેમાં જેલમાંથી કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી હાલમાં ડતી સ્કવોર્ડ જેલર દેવશીભાઈ રણમલભાઈ કરંગીયાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ પીએસઆઇ એચ.આર.જાડેજા ચલાવી રહ્યા છે

ઉલેખનીય છે કે, અગાઉ જડતી સ્કવોર્ડની ટીમ આવી જ રીતે મોરબીની સબ જેલમાં આવી હતી અને ત્યારે ચેકિંગ દરમ્યાન બે મોબાઈલ ફોન જેલમાંથી શોધી કાઢવામાં આવ્યા હતા અને ત્યારબાદ જેલની બહારના ભાગેથી અંદર એક પોટલાનો ઘા કરવામાં આવ્યો હતો અને તે પોટલાની અંદરથી પણ એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. જોકે, જુદાજુદા સમયે મોરબીની જેલમાંથી મળી આવેલા આ ત્રણ મોબાઈલ ફોન કોના હતા ?, તેનો ઉપયોગ કોણ કરતું હતું ? તે અંગેની આજ સુધીમાં કોઈપણ પ્રકારની સ્પષ્ટતા થઈ નથી ત્યારે વધુ એક વખત જેલમાંથી મોબાઈલ ફોન મળી આવ્યો છે ત્યારે છેલ્લા મહિનાઓમાં મોરબીની જેલમાંથી મળી આવેલ ચારેય મોબાઈલ ફોન કોના હતા ? કોણ ઉપયોગ કરતું હતું ? તે બાબતે આગામી દિવસોમાં સામે આવશે કે પછી ભીનું સંકેલાઈ જશે તે તો આગામી સમય જ બતાવશે.






Latest News