ફિલ્મી સ્ટંટ ?: મોરબીમાં બોલેરોમાં ભરેલ ઓવરલોડ માલમાંથી વસ્તુઓ પડું-પડું હોવા છતાં વાહન બેફામ ગતિએ રોડ ઉપર દોડતું રહ્યું ! સાબ્બાસ: દિલ્હીમાં અભ્યાસ કરતી રેપ પીડિત દીકરીની શિક્ષણ ફી મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા ભરવામાં આવી મોરબીમાં ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનનું આયોજન મોરબી જિલ્લામાં ખેડૂતોએ બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી વખતે સાવચેતી રાખવા અનુરોધ મોરબી જિલ્લાના ૬,૩૨૭ થી વધુ ઉમેદવારોએ અનુબંધમ પોર્ટલથી કરાવી નોંધણી મોરબીના હજનાળી ગામે મંદિરમાંથી 9.91 લાખના આભૂષણો-છતરની ચોરી, તસ્કરોને પકડવા દોડધામ ટંકારા આઈ.ટી.આઈ. ખાતે ૧૯ નવેમ્બરે ભરતીમેળો યોજાશે ખેડૂતોને મળશે ભીડમાંથી મુક્તિ: મોરબી જિલ્લામાં ફર્ટિલાઈઝર વિતરણની નવી ડિજિટલ પહેલ: હવે FFS એપ દ્વારા ખાતરનું એડવાન્સ બુકિંગ કરી શકાશે
Breaking news
Morbi Today

મોરબી નજીક શિવ પાર્ક-2 સોસાયટીમાં ઘરમાંથી 23 બોટલ દારૂ  સાથે એકની ધરપકડ: એકની શોધખોળ


SHARE







































મોરબી નજીક શિવ પાર્ક-2 સોસાયટીમાં ઘરમાંથી 23 બોટલ દારૂ  સાથે એકની ધરપકડ: એકની શોધખોળ

મોરબીના જૂની પીપળી ગામ પાસે આવેલ શિવ પાર્ક-2 માં ઘરની અંદર દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની 23 બોટલ મળી આવી હતી જેથી પોલીસે ઘરધણીની ધરપકડ કરી હતી અને અન્ય એક શખ્સનું નામ સામે આવ્યું હોવાથી પોલીસે બંને સામે ગુનો નોંધીને બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ જૂની પીપળી ગામ પાસે શિવ પાર્ક-2 માં રહેતા બીપીનભાઇ મહેતાના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે એલસીબીની ટીમ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની 23 બોટલ મળી આવતા પોલીસે 10,001 રૂપિયની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી બીપીનભાઈ હિંમતલાલ મહેતા (55) રહે. જૂની પીપળી શિવ પાર્ક સોસાયટી મોરબી વાળા ની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન જયેશ ઉર્ફે અભો કનુભાઈ મકવાણા રહે. શોભેશ્વર રોડ મોરબી વાળાનું નામ સામે આવ્યું હોય બંને સામે ગુનો નોંધીને પોલીસે બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વરલી જુગાર

મોરબીના વીસીપરા મેઇન રોડ ઉપર વેલનાથ પાન નામની દુકાન પાસે વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા શૈલેષભાઈ સાદાજીભાઈ સિહોરા (29) રહે વીસીપરા મોરબી વાળો મળી આવ્યો હતો જેથી પોલીસે તેની પાસેથી 550 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
















Latest News