સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

આતુરતાનો અંત: મોરબી મહાપાલિકાના મેયર-ડેપ્યુટી મેયરનો મંગળવારે ફેંસલો, ચર્ચાસ્પદ નામ ઉપર મોહર લાગશે કે પછી સરપ્રાઇસ ! 


SHARE





આતુરતાનો અંત: મોરબી મહાપાલિકાના મેયર-ડેપ્યુટી મેયરનો મંગળવારે ફેંસલો, ચર્ચાસ્પદ નામ ઉપર મોહર લાગશે કે પછી સરપ્રાઇસ ! 

મોરબી મહાપાલિકાની ચુંટણી તાજેતરમાં યોજાઇ હતી જેમાં 52 એ 52 બેઠક ઉપર ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે જો કે, મહાપાલિકાના મેયર પદ માટે બે બળિયા જુથ વચ્ચે છેલ્લા ઘણા સમયથી ખેંચતાણ ચાલી રહી છે જેથી કરીને કોણ મેયર બનશે તેની ચર્ચા ઠેરઠેર છેલ્લા એક મહિનાથી થઈ રહી છે જો કે, આગામી મંગળવારે મહાપાલિકામાં બોર્ડ બેઠક બોલાવવામાં આવી છે અને તેના માટેના એજન્ડા પણ કાઢવામાં આવેલ છે જેમાં મહાપાલિકાના પ્રથમ બોર્ડ બેઠકમાં મેયર અને ડેપ્યુટી મેયર પદ માટેની ચુંટણી યોજાશે.

મોરબી મહાપાલિકાના કમિશ્નર સંગીતા રૈયાણીએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યુ હતું કે, તાજેતરમાં મહાપાલિકાની પ્રથમ ચૂંટણી યોજાયેલ છે અને ચૂંટાયેલા સદસ્યોની પ્રથમ બેઠકનું આગામી તા. 26 ને મંગળવારે સવારે 11 કલાકે નવી બનાવવામાં આવેલ મહાપાલિકા કચેરીના બીજા માળે હોલ આયોજન કરવામાં આવ્યું છે અને તેના એજન્ડા કાઢીને તેની મહાપાલિકાના દરેક સભ્યોને જાણ પણ કરી દેવામાં આવેલ છે. આ પ્રથમ બેઠકમાં મહાપાલિકાના સભ્યોમાંથી પ્રથમ અઢી વર્ષ માટે મેયર અને ડેપ્યુટી મેયરની ચુંટણી નિયમાનુસાર કરવામાં આવશે. ઉલેખનીય છે કે, હાલમાં મેયર પદ માટે મોરબીમાં ત્રણ નામની ચર્ચા ચાલી રહી છે તેમાં ભાવેશભાઈ કંઝારીયા, ભૂપતભાઇ જારીયા અને ગણેશભાઈ ડાભીના નામનો સમાવેશ થાય છે જો કે, ભાજપ દ્વારા સામાનય રીતે જેના નામ વધુ ચર્ચામાં હોય અથવા તો જે તે શહેર જીલ્લામાં રાજકીય ખેચતાણ હોય છે તેવા કિસ્સાઓમાં પદાધિકારીના નામના સરપ્રાઇસ આપવામાં આવતી હોય છે જો કે, મોરબી મહાપાલિકાના મેયર માટે કોનું નામ આવે છે તે તો હવે મંગળવારે જ જાહેર કરવામાં આવશે.




Latest News