મોરબીમાં વાલ્મિકી સમાજ દ્વારા 11માં સમૂહ લગ્નોત્સવનું આયોજન મોરબીમાં રવિવારે સમસ્ત સોની મહાજન સમાજ દ્વારા પંચાઉ સમુહ જ્ઞાતિભોજનનું આયોજન હળવદ પ્રખંડમાં ઉમા સંકુલ ખાતે પરિષદ શિક્ષા વર્ગનો શુભારંભ મોરબીમાં એબીવીપી દ્વારા GCAS રજીસ્ટ્રેશન માટે હેલ્પ સેન્ટરનો પ્રારંભ મોરબી મનપાની ફૂડ શાખાએ 50 જગ્યાએ કર્યું ચેકિંગ: 15 વેપારીઓને ફટકારી નોટીસ આતુરતાનો અંત: મોરબી મહાપાલિકાના મેયર-ડેપ્યુટી મેયરનો મંગળવારે ફેંસલો, ચર્ચાસ્પદ નામ ઉપર મોહર લાગશે કે પછી સરપ્રાઇસ !  મોરબીની યુવતી સાથે દુષ્કર્મ આચરીને ન્યુડ ફોટો વાયરલ કરવાની ધમકી આપવાના ગુનામાં પકડાયેલ રાજકોટનો શખ્સ જેલ હવાલે મોરબીના પીપળી ગામેથી યુવતી ગુમ
Breaking news
Morbi Today

મોરબીમાં વસ્તી ગણતરીમાં શિક્ષકોની પડતી મુશ્કેલીઓ બાબતે કમિશ્નરને રજૂઆત કરતું શૈક્ષિક મહાસંઘ


SHARE











મોરબીમાં વસ્તી ગણતરીમાં શિક્ષકોની પડતી મુશ્કેલીઓ બાબતે કમિશ્નરને રજૂઆત કરતું શૈક્ષિક મહાસંઘ

મોરબી મહાનગર પાલિકા વિસ્તારમાં વસ્તી ગણતરીની પ્રશાસનિક કામગીરી દરમિયાન પ્રાથમિક શિક્ષકોને અનેક પ્રકારની વ્યવહારિક અને માનસિક મુશ્કેલીઓનો સામનો કરવો ન પડે તેમજ શિક્ષણ જેવા અત્યંત જવાબદારીપૂર્ણ કાર્ય સાથે વધારાની ફરજો નિભાવતા શિક્ષકો પર વધતું દબાણ તેમજ શિક્ષણ કાર્યને અસર ન થાય તે હેતુસર અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મહાપાલિકાના કમિશનર સંગીતા રૈયાણી ને રજૂઆત કરવામાં આવી હતી

હાલમાં જે રજૂઆત કરી છે તેમાં વસ્તી ગણતરી જેવી મહત્વપૂર્ણ કામગીરીમાં માત્ર શિક્ષકોને જ નહીં, પરંતુ અન્ય સરકારી વિભાગોના કર્મચારીઓની પણ સમાન રીતે ફરજ ફાળવવામાં આવે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના "ઇંધણ બચાવો" અભિયાન અને સામાન્ય વહીવટ વિભાગ ગુજરાત સરકાર દ્વારા તા. 19/05/2026 ના જાહેર કરાયેલ પરિપત્રના અનુસંધાને બધા શિક્ષકોને તેમની શાળા અથવા રહેણાંક સ્થળની નજીકનો વિસ્તાર અથવા એમની શાળાના કે ઘરના વોર્ડનો વિસ્તાર સોંપવામાં આવે, B.L.O. તરીકે ફરજ બજાવતા અને ગણતરીદાર તરીકે હુકમ થયેલ શિક્ષકોને વસ્તી ગણતરીની કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવે અથવા તો તેમની માંગણી વહેલાસર સંતોષકારક રીતે પૂર્ણ કરવામાં આવે કારણ કે તેઓ અગાઉ SIR જેવી કામગીરી પૂર્ણ કરેલ છે તેમજ હાલ પણ ફોર્મ ભરવાની કામગીરી ચાલુ છે. વધુમાં એવી પણ રજૂઆત કરી છે કે, અસાધ્ય બીમારી હોય કે પછી પ્રેગ્નન્સી હોય તેવા મહિલાઓને ગણતરીદારમાંથી મુક્તિ આપવી જોઈએ, એપ્લિકેશન/ સોફ્ટવેર સંબંધિત તકનીકી મુશ્કેલીઓ ટાળવા માટે પૂર્વ તૈયારીઓ કરવામાં આવે અને સમસ્યા ઊભી થાય તો તાત્કાલિક માર્ગદર્શન તથા ટેકનિકલ સહાય ઉપલબ્ધ કરાવવામાં આવેવસ્તી ગણતરી માટે મહાનગરપાલિકા વિસ્તારમાં મજબૂત સંકલન વ્યવસ્થા ઉભી કરવામાં આવે જેથી શિક્ષકોને અનાવશ્યક દોડધામથી મુક્તિ મળે તેમજ શિક્ષકો અને અધિકારીઓ વચ્ચે સકારાત્મક અને સંવેદનશીલ સંવાદ જળવાઈ રહે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે અને કોઈપણ શિક્ષકો સાથે અપમાનજનક અથવા ધમકીભર્યો વલણ ટાળવામાં આવે તેવી માંગ કરી છે






Latest News