હળવદના ચરડવા ગામે ટ્રાવેલ્સની ઓફિસમાં અને માલણીયાદ ગામે જુગારની રેડ: 6 શખ્સ 90,800 ની રોકડ સાથે ઝડપાયા મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વડીલો, માતા-બહેનો અને યુવાનોને કાનો ફિલ્મ નિશુલ્ક દર્શાવવામાં આવી જો પૂરતા વળતરનો પરિપત્ર નહિ તો ભાજપ પક્ષને પ્રવેશબંધી: મોરબી જિલ્લાના જુદાજુદા 40 ગામોમાં લાગ્યા બેનર મોરબીમાં રેંજની રેડ બાદ એક પોલીસ કર્મચારી સસ્પેન્ડ અને બે પોલીસ કર્મચારીની ભુજ ખાતે બદલી વિશ્વ હિન્દુ પરિષદ-દુર્ગાવાહિની-માતૃશક્તિ મોરબી જિલ્લા દ્વારા જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે રાસ-ગરબા અને ભારતીય સ્પર્ધાત્મક રમતોનું આયોજન સેવા સમર્પણ, લક્ષ્ય નિરામય; મોરબી જિલ્લાના વેજલપર આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી અને માળિયા વિસ્તારમાં ભારે વરસાદ દરમિયાન દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા રાહત સહાય મોરબી જિલ્લામાં ૩૧ ઓગષ્ટ સુધી સ્પા, હથિયારબંધી, સભા-સરઘસ, કર્મચારીઓ, ભાડુઆત તથા ખેત શ્રમિકો અંગે જાહેરનામું બહાર પડાયું
Breaking news
Morbi Today

મોરબીમાં સ્નેપચેટથી સંપર્કમાં આવેલ યુવતીના અપહરણ બાદ દુષ્કર્મ આચરી, ન્યુડ ફોટો વાઇરલ કરવાની ધમકી : ગુનો નોંધાવાતા તપાસ શરૂ


SHARE







મોરબીમાં સ્નેપચેટથી સંપર્કમાં આવેલ યુવતીના અપહરણ બાદ દુષ્કર્મ આચરી, ન્યુડ ફોટો વાઇરલ કરવાની ધમકી : ગુનો નોંધાવાતા તપાસ શરૂ 

સોશયલ મીડિયામાં વધુ એક વખત સમાજ માટે લાલબતી સમાન કહી શકાય તેવી ઘટના મોરબીમાં સામે આવેલ છે.જેમાં ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની એક યુવતીનો સ્નેપચેટ એપ્લીકેશનથી સંપર્ક કરવામાં આવેલ હતો અને ત્યાર બાદ તે યુવતીને લગ્નની લાલચ આપીને તેનું અપહરણ કરવામાં આવ્યું હતું આટલું જ નહીં યુવતીને આરોપી તેના ઘરે લઈ ગયો હતો અને ત્યાં તેની સાથે બળજબરીપુર્વક શરીર સંબંધ બાંધીને ન્યુડ ફોટા પાડી લીધા હતા અને યુવતીને તું હવે મારા ઘરેથી કયાંય જઈશ તો ફોટો વાઇરલ કરી નાખીશ તેવી ધમકી આપવામાં આવી હતી.જેથી ભોગ બનેલ યુવતીએ ફરિયાદ નોંધાવતાં પોલીસે અપહરણ, દુષ્કર્મ, એટ્રોસીટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મોરબી તાલુકા વિસ્તારમાં રહેતી યુવતીએ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોહીલખાન ફિરોજખાન પઠાણ રહે. જંગ્લેશ્વર તવકલ ચોક, શેરી નં. 28 રાજકોટ ખાતે રહેતા શખ્સની સામે ફરિયાદ નોંધાવેલ છે.જેમાં જણાવ્યુ છે કે, આરોપીએ સ્નેપચેટ એપ્લીકેશનથી ફરિયાદીનો સંપર્ક કર્યો હતો. અને ફરીયાદીને મળવા માટે તે મોરબીમાં અવાર-નવાર આવેલ હતો તેમજ સારી-સારી વાતો કરીને ફરીયાદીને લગ્ન કરવાની લાલચ આપી હતી અને મોરબીમાં આવેલ આયુષ હોસ્પિટલ પાસેથી ગત તા.10/5 ના રોજ રાત્રીના સાડા આઠેક વાગ્યાના અરસામાં ફરિયાદી યુવતીનું આરોપીએ અપહરણ કર્યું હતું.ત્યાર બાદ યુવતીને તે પોતાના ઘરે લઈ ગયો હતો અને ત્યા ફરિયાદીની સાથે બળજબરીપુર્વક શરીર સંબંધ બાંધ્યો હતો. અને તેના ન્યુડ ફોટા પાડી લીધા હતા અને તું હવે મારા ઘરેથી કયાંય જઈશ તો હું તારા ફોટા વાઇરલ કરી દઇશ તેમજ આ બાબતની કોઇને જાણ કરીશ તો તને જીવતી નહી છોડુ તારૂ ગળુ દબાવીને મારી નાંખીશ તેમ ધમકી આપી હતી અને ફરિયાદીને જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી હતી.જેથી ભોગ બનેલ યુવતીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં અપહરણ, દુષ્કર્મ, એટ્રોસીટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને પોલસીએ આગળની કાર્યવાહી શરૂ કરેલ છે.






Latest News