મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ
Breaking news
Morbi Today

હળવદમાં અગાઉ કરેલ ફરિયાદનો ખાર રાખીને મહિલાને દુનિયામાં રહેવા નહીં દઉં તેવી ધમકી, ઘરમાં ઘૂસીને માલ સમાનમાં કરી તોડફોડ


SHARE





હળવદમાં અગાઉ કરેલ ફરિયાદનો ખાર રાખીને મહિલાને દુનિયામાં રહેવા નહીં દઉં તેવી ધમકી, ઘરમાં ઘૂસીને માલ સમાનમાં કરી તોડફોડ

હળવદમાં જોગણી માતાજીના મંદિર પાસે રહેતી મહિલાએ અગાઉ કરેલ ફરિયાદનો ખાર રાખીને સમાધાન કરવાનું કહીને મહિલાને મૂઢ માર માર્યો હતો તથા દુનિયામાં રહેવા નહીં દઉં તેવી ધમકી આપી હતી તેમજ ધારિયા સાથે મહિલાના ઘરની ઘૂસીને ત્યાં ત્રણ શખ્સોએ ઘર વખરીના સામાનમાં તથા વાહનમાં તોડફોડ કરીને નુકસાન કર્યું હતું જેથી ભોગ બનેલ મહિલાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

હળવદના ત્રણ રસ્તા પાસે જોગણી માતાજીના મંદિર પાસે રહેતા ઉમાબેન સુરેશભાઈ વિરગામિયા (35)હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અરજણ ઉર્ફે જુ જીવરાજભાઈ દેવીપુજક, ગગજી જીવરાજભાઈ દેવીપુજક અને જીતેશ ઉર્ફે ભૂરો જીવરાજભાઈ દેવીપુજકની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદીએ અરજણ સામે અગાઉ ફરિયાદ કરેલ હતી તેનું સમાધાન કરવા માટે ફરિયાદી અને સાહેને કહ્યું હતું  ત્યાર બાદ ફરિયાદી અને સાહેને ગાળો આપીને માર મારીને દુનિયામાં રહેવા નહીં દઉં તેવી ધમકી આપી હતી અને ત્રણેય આરોપીઓ ધારિયા સાથે  ફરિયાદીના ઘરે આવ્યા હતા અને ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરીને ઘરવખરીના સામાન તથા વાહનમાં નુકસાની કરી હતી જેથી ભોગ બનેલ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News