મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ
Breaking news
Morbi Today

વાંકાનેરના આંબેડકરનગરમાં નજીવી વાતમાં મારામારી: હવે સામસામી ફરિયાદ


SHARE





વાંકાનેરના આંબેડકરનગરમાં નજીવી વાતમાં મારામારી: હવે સામસામી ફરિયાદ

વાંકાનેરના આંબેડકરનગર શેરી નં.3માં મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં બંને પક્ષેથી ઈજા પામેલ લોકોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે હાલમાં બંને પક્ષેથી ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે જુદા જુદા બે ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેર શહેરમાં આવેલ આંબેડકરનગર શેરી નં.3 માં રહેતા ભરતભાઈ મગનભાઈ બોસિયા (37)એ મનીષ મૂળજીભાઈ બોસિયા, હિતેશ મૂળજીભાઈ બોસિયા, ગીતાબેન મનીષભાઈ બોસિયા, ક્રિષ્નાબેન મનીષભાઈ બોસિયા અને પુરીબેન મૂળજીભાઈ બોસિયા રહે. બધા આંબેડકર નગર વાંકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદી થોડા સમયથી રાજકોટથી વાંકાનેરના આંબેડકરનગરમાં આરોપીઓના ઘર નજીક રહેવા માટે આવેલ છે જેથી આરોપીઓને સારું નહીં લાગતા આરોપીઓએ એક સંપ કરીને લાકડાના ધોકા વડે ફરિયાદીને હાથે પગે માર માર્યો હતો જ્યારે ગીતાબેન અને ક્રિષ્નાબેન સાહેરાધાબેનને લાકડાના ધોકા વડે શરીરે અને પગના ભાગે મારમારીને ઇજા કરેલ છે અને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ઇજા પામેલા યુવાને સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ મહિલા સહિત કુલ પાંચ વ્યક્તિઓ સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરે છે

જ્યારે સામેપક્ષેથી આંબેડકરનગર શેરી નં.3 માં રહેતા ગીતાબેન મનીષભાઈ બોસિયા (40)એ ભરતભાઈ મગનભાઈ બોસિયા, રાધાબેન ભરતભાઈ બોસિયા, નિલેશ મગનભાઈ બોસિયા, મીનાબેન નિલેશભાઈ બોસિયા અને બુબેન મગનભાઈ બોસિયા રહે. બધા આંબેડકર વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદીના દિયર હિતેશભાઈને આરોપી ભરતભાઈ સાથે થોડા દિવસો પહેલા બોલાચાલી થયેલ હતી તે બાબતનો ખાર રાખીને આરોપીઓએ એક સંપ કરીને ગીતાબેનને માથાના ભાગે લોખંડનો પાઇપ મારીને લોહી નીકળે તેવી ઇજા કરી હતી જ્યારે બાકીના આરોપીઓએ જેમ ફાવે તેમ ગાળો આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી મારામારીના આ બનાવ સંદર્ભે હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે સામસામે ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News