મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ
Breaking news
Morbi Today

ડૉક્યુમેન્ટ આપતા પહેલા સાવધાન: મોરબીમાં ઇંસ્ટંટ લોનના નામે રાજકોટના શખ્સે બે વેપારી સાથે કરી છેતરપિંડી


SHARE





ડૉક્યુમેન્ટ આપતા પહેલા સાવધાન: મોરબીમાં ઇંસ્ટંટ લોનના નામે રાજકોટના શખ્સે બે વેપારી સાથે કરી છેતરપિંડી

મોરબીમાં રહેતા યુવાનને ઇંસ્ટંટ લોન અપાવવાનું કહીને તેના મોબાઈલ ફોનમાંથી આધાર કાર્ડ, પાનકાર્ડ અને એટીએમ કાર્ડના નંબર મેળવી લીધા હતા અને ત્યાર બાદ યુવાન અને અન્ય વ્યક્તિના નામે જુદી જુદી ચાર લોન આ શખ્સે લઈ લીધી હતી અને તેના પૈસા ભરવામાં આવ્યા ન હતા જેથી મોરબીમાં યુવાન સહિત બે વ્યક્તિની સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીમાં ગ્રીન ચોક પાસે આવેલ કંસારા શેરીમાં રહેતા સંજયભાઈ સગુણભાઈ કાગડા (42) એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોલંકી મહાવીરસિંહ જીતેન્દ્રસિંહ રહે. લકી પાર્ક શેરી નં.1 સોમનાથ સોસાયટી રૈયા ટેલીફોન એક્સચેન્જની પાસે રાજકોટ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે મોરબીની મેન બજારમાં ગિરિરાજ વાસણ ભંડાર નામની દુકાન પાસે આરોપીએ ઇંસ્ટંટ લોન કરવી આપવાનું કહીને ફરિયાદીનો મોબાઇલ ફોન મેળવી લીધો હતો અને ત્યાર બાદ આરોપીએ તેમાંથી ફરિયાદીના આધારકાર્ડ, પાનકાર્ડ અને એટીએમ કાર્ડના નંબર ફરિયાદીની જાણ બહાર મેળવી લીધા હતા અને તેના આધારે આરોપીએ 62,000 તથા 11,000 ની જુદી જુદી બે લોન લીધી હતી જે પૈકી 11000 ની લોન આરોપીએ ભરી દીધેલ છે આ ઉપરાંત સાહેદ  આસનદાસ જીયોભાઈ રબારી નામે 40,000 તથા 26,500 ની જુદી જુદી બે લોન લીધેલ છે આમ આરોપીએ અલગ અલગ બે વ્યક્તિના નામની ચાર લોન લીધી હતી તે પૈકીની એક લોનના રૂપિયા ભરી દીધા છે જો કે, ત્રણ લોનના રૂપિયા ભરેલ નથી અને ફરિયાદી તથા સાહે સાથે છેતરપિંડી કરેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. વધુમાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હાલમાં જે આરોપી સામે ગુનો નોંધાયેલ છે તે આરોપીએ આવી જ રીતના ગુનામાં થાન પોલીસે દબોચી લીધેલ છે અને આ આરોપીની સામે સાઇબર ક્રાઇમ સહિત જુદાજુદા પોલીસ સ્ટેશનમાં 11 જેટલા ગુના નોંધાયેલ છે.




Latest News